<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

જામનગર રોડ પર બની રહેલ બ્રીજને ‘ભોમેશ્વર બ્રીજ' નામ આપો : બ્રહ્મ સેના

તંત્ર ન માને તો શ્રાવણ માસમાં લોકોના સહયોગથી નામકરણ કરાશે

રાજકોટ તા. ૨૪ : રાજકોટ જામનગર રોડ પર બની રહેલ નવા બ્રીજને ‘ભોમેશ્વર બ્રીજ' નામકરણ કરવા બ્રહ્મ સેના દ્વારા મ્‍યુ. કમિશ્‍નરશ્રી, મેયરશ્રી અને સ્‍ટેન્‍ડિંગ ચેરમેનશ્રીને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે. તાજેતરમાં મહાનગરપાલિકાની બોર્ડ મીટીંગમાં આ મુદ્દે કોઇ નોંધ લેવાઇ ન હોય હવે બ્રહ્મસેના જાહેર જનતાનો સહયોગ લઇ શ્રાવણ માસમાં ‘ભોમેશ્વર બ્રીજ' નામ જાહેર કરી દેવાશે. આ બાબતે લોકોમાં પત્રિકાનું પણ વિતરણ કરાશે. તેમ બ્રહ્મસેના અધ્‍યક્ષ જગદીશ રાવલ (મો.૯૯૦૯૫ ૯૦૧૦૨)ની યાદીમાં જણાવાયુ છે.

(3:55 PM IST)