તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
આ વખતે સ્પિનર અને રેઝીન આર્ટની રાખડીની ભારે ડીમાન્ડ
ચંદન, સુખડ, રૂદ્રાક્ષ, ડાયમંડ તેમજ બાળકો માટે કાર્ટૂન, મ્યુઝીકલ, લાઈટીંગ સહિતની રાખડીઓની જોહર કાર્ડસ અને જોહર ગેલેરીમાં અઢળક વેરાયટીઓ

રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલી જોહર કાર્ડ અને જોહર ગેલેરીમાં રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને અવનવી રાખડીઓ આવી ગઈ છે. આ વર્ષે બાળકો માટે કાર્ટુન કેરેક્ટર, મોટાઓ માટે ચંદન, સુખડ, રૂદ્રાક્ષની રાખડીઓ સાથે સાથે ભાભી અને નણંદ માટેની લુંબા રાખડીની અનેક પ્રકારની વેરાયટી જોવા મળે છે, ભાઈ-બહેનના પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
આ દિવસે બહેન ભાઈના કાંડે રાખડીરૂપી રક્ષા કવચ બાંધી ભાઈની લાંબી ઉમર અને સ્વસ્થ આરોગ્ય માટે પ્રાર્થના કરતી હોય છે. ત્યારે હવે રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો હોય શહેરની જાણીતી જોહર કાર્ડસ (ડૉ યાજ્ઞિક રોડ) અને જોહર ગેલેરી (કાલાવડ રોડ, પ્રેમ મંદિર રોડ, ગાર્ડન સામે) શોપમાં આ વર્ષે અવનવી રાખડીઓ આવી ગઈ છે.
આ અંગે શોપના માલિક યુસુફભાઈ માંકડાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા ૫૮ વર્ષથી રાખડીનું વેચાણ કરીએ છીએ. હાલમાં અમારે ઘણી ડિઝાઈનની રાખડીઓ ઉપલબ્ધ છે. જો કે આ વર્ષે ગ્રાહકોમાં સ્પિનર ની રાખડીની, રેઝીન આટૅની રાખડીની ભારે માંગ જોવા મળી રહી છે હાલમાં બાળકો માટે લાઇટિંગ, મ્યુઝિકવાળી તેમજ બાળકોને પ્રિય એવી કાર્ટૂન કેરેક્ટરવાળી રાખડીઓ પણ છે. જ્યારે સુખડ, ચંદન, રુદ્રાક્ષ, અમેરિકન ડાયમંડ, કુંદન નગ સહિતની અનેક રાખડીઓ છે, અહી મળતી રાખડીઓમાં પણ કેટલીક ખાસ પ્રકારની ડિઝાઈન અમે ઓર્ડર આપીને તૈયાર કરાવીએ છીએ, છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં પણ ભાભી-નણંદ માટેની લુંબા રાખડીની પણ વિશાળ વેરાયટી છે, જેમાં ડાયમંડ બ્રેસલેટ, બ્રેસલેટ કડા વગેરે છે. બ્રેસલેટ કડા નવરાત્રિમાં પણ પહેરી શકે છે. આ ઉપરાંત ગ્રાહકો માટે ખાસ કંકુ-ચોખા સેટવાળી રાખડી પણ છે જ્યારે રક્ષાબંધનની શુભેચ્છા માટેના કાર્ડ અહીં મળે છે. આ ઉપરાંત બહેન જ્યારે ભાઈને રાખડી બાંધે ત્યારે ડેકોરેટ કરેલી ડિશ પણ અહી મળે છે, સાથે ગિફ્ટ માટે સ્પેશિયલ રાખી ચોકલેટ, ઘડિયાળ, પર્સ, ઈમિટેશેન જેવેલેરી, કીચેન આવેલ છે.
(3:29 PM IST)










