<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

ગજાનનધામ પરિવાર દ્વારા વડીલો માટે સોમનાથ-જુનાગઢ-ગોંડલ અક્ષરદેરીના દર્શનયાત્રા

રાજકોટઃ શ્રી ગજાનનધામ પરિવાર દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિતે ૨૫૦ સિનિયર સિટીઝનને સોમનાથ-જૂનાગઢ-ગોંડલ અક્ષરદેરીના દર્શનનું આયોજન કરવામાં આવેલ છે. આ યાત્રા વિના મુલ્‍યે છે જેમાં રાત્રી રોકાણ સવારે ચા-નાસ્‍તો બંને સમય જમવાની વ્‍યવસ્‍થા ગજાનનધામ પરિવાર દ્વારા કરવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે. આ કાર્યક્રમના ઓળખકાર્ડ વિતરણ પ્રસંગે મેયર શ્રીમતિ નયનાબેન પેઢડિયા, શહેર પ્રમુખ ડો.માધવભાઈ દવે,ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, શ્રીમતિ દર્શિતાબેન શાહ, કોર્પોરેટર શ્રીમતિ વર્ષાબેન પાંધી,સોની સમાજના શ્રેષ્ટિ વિનુભાઈ પારેખ તેમજ ભાગ્‍યેશભાઈ વોરા, કૌશિકભાઈ ચાવડા, પ્રવીણભાઈ ચાવડા નીતિનભાઈ જરિયા, રસીકભાઇ મોરધરા,રાકેશભાઈ ડાભી ઉપસ્‍થિત રહ્યા હતા. આ આયોજન ને સફળ બનાવવા કિરીટભાઈ પાંધી, મુકેશભાઈ ગુસાણી, ભરતભાઈ ગમારા, રાજુ ચાવડા, સંજયભાઈ વાઘેલા, રમણીકભાઇ મીરાણી,દિલીપભાઈ આડેશરા, લાલાભાઇ મનાણી,નીતિનભાઈ પાંધી,સંજયભાઈ જીવરાજાની, રૂપેશભાઈ દુધરેજીયા, વિગેરે લોકોએ જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમનુ સંચાલન હરીશભાઈ પુજારાએ કરેલ હતું.

(3:14 PM IST)