<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

શેઠ ઉપાશ્રય જૈન સંઘના આંગણે રવિવારે રકતદાન કેમ્‍પઃ રકતની અંદાજે ર૦૦ બોટલ એકત્ર થવાનો અંદાજ

 

જૈન પ્રોગ્રેસીવ ગ્રુપ અને એચ.જે ઇન્‍ડસ્‍ટ્રીઝના ઉપક્રમે

રાજકોટઃ શેઠ ઉપાશ્રય જૈન સંઘના આંગણે તા. ર૭ ને રવિવાર સવારે ૮:૩૦ થી બપોરે ર સુધી જૈન પ્રોગ્રેસીવ ગ્રુપ તથા શેઠ ઉપાશ્રય સેવા સમિતિ એવમ એચ.જે. ઇન્‍ડસ્‍ટ્રીઝ રાજકોટના સહકારથી ગાદીપતિ પ.પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ.સા.ની પાવન સ્‍મૃતિ ઉપલક્ષ સંઘના પહેલા માળે, પ્રસંગ હોલની બાજુમાં ૧પ૦ ફૂટ રીંગરોડ ખાતે મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પ રાખવામાં આવેલ છે. આ કેમ્‍પમાં ર­૦૦ આસપાસ રકતની બોટલ એકત્ર થવાનો અંદાજ છે.

જૈન પ્રોગ્રેસીવ ગ્રુપ તથા શેઠ ઉપાશ્રય દ્વારા રકતદાન કેમ્‍પનાદાતા એચ.જે. ઇન્‍ડસ્‍ટ્રીઝ તેમજ શ્રી ચંદ્રકાંતભાઇ શેઠના માર્ગદર્શન હેઠળ બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં  ગ્રુપ મેમ્‍બરો, હેમલભાઇ મહેતા, પ્રદિપભાઇ, રમણીકલાલ ગોસલીયા, જે. કામદાર વિગેરેના સહયોગ મળેલ છે. પ્રકાશભાઇ આશરા, જગદીશભાઇ ગોસલિયા, વિજયભાઇ આશરા, દિનેશભાઇ ટીંબડીયા, નીતિનભાઇ દોશી, જગદીશભાઇ શેઠ, જતીનભાઇ કોઠારી, હિતેનભાઇ કામદાર, હસુભાઇ શાહ, રમેશભાઇ શેઠ, કેતનભાઇ કોઠારી, હિરેનભાઇ શાહ, જીતુભાઇ કોઠારી, પ્રફુલભાઇ ઘાટલિયા, ચેતનભાઇ વખારીયા, પ્રતિકભાઇ મોદી, પ્રતિકભાઇ શાહ, તનસુખભાઇ, શૈલેશભાઇ, વિજયભાઇ પારેખ સહિત જે.પી.જી.ના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી રહયા છે.

(3:05 PM IST)