તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Thursday, 24th July 2025
કાલથી શ્રાવણનો મંગલારંભ : જીવ થશે શિવમાં લીન
‘ૐ ત્ર્યંબકમ યજા મહે સુગંધીમ પુષ્ટિવર્ધનમ્, ઉર્વા ઋકમિવ બંધનાત મૃત્યોર્મોક્ષી યમામૃતામ્' : શિવમંદિરોમાં અનેરા શણગારની તૈયારીઓને આખરી ઓપ : દરરોજ આરતી પુજન અને પુષ્પ, જળ, દુધ, બિલીપત્રનો થશે અભિષેક

રાજકોટ તા. ૨૪ : આવતીકાલે શ્રાવણ સુદ એકમથી પવિત્ર શ્રાવણ માસનો મંગલારંભ થશે. શિવજીની ભક્તિમાં ઓળઘોળ બનવા ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શિવાલયોને અનેરા શણગાર માટે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.
કાલથી શિવમંદિરોમાં હર હર મહાદેવ, ૐ નમઃ શિવાય, બમ બમ ભોલે, જય ગીરનારી... જેવા નાદો ગુંજી ઉઠશે.
ભગવાન શિવજીને રીઝવવા ચારે પ્રહરની આરતી ઉપરાંત જલાભિષેક, દુગ્ધાભિષેક, બિલ્વાભિષેક અને રાત્રે ભજન સત્સંગના કાર્યક્રમો ધમધમશે. કોઇ આખા મહીનાના એકટાણા કરશે તો કોઇ શ્રાવણના તમામ સોમવારના એકટાણા કરીને ધન્યતા અનુભવશે.
આ પવિત્ર માસ દરમિયાન લઘુઋદ્રી, મહાઋદ્રી, શિવમહાપુરાણનું વાંચન, શિવમહિમ્નષાોત પઠનનો મહિમા વધશે. દેવાધીદેવને રીજવવા ભાવિકો અધિરા બન્યા છે. ત્યારે શ્રાવણ માસમાં શહેરભરમાં થયેલ વિશેષ આયોજનોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.
સદ્દગુરૂ આશ્રમ
શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ સંચાલિત શ્રી રણછોડદાસજી બાપુના આશ્રમ ખાતે પવિત્ર શ્રવાણ માસ નિમિતે દ્વાદશ જયોતિર્લીંગ અને શ્રી ગંગામૈયાના દર્શન ખુલ્લા મુકાશે.દરરોજ દ્વાદશ જયોતિર્લીંગની સવાર સાંજ વિશેષ આરતી થશે. તેમજ મંગલેશ્વર મહાદેવ મંદિરમાં દર સોમવારે સાંજે ૬ થી ૧૦ વિશેષ શ્રૃંગાર દર્શન ખુલ્લા મુકાશે. મંદિર પરિસરમાં શ્રાવણ વદ એકમથી અમાસ સુધી દરરોજ સાંજે ૪ થી ૭ સુંદરકાંડના પાઠ થશે.
કોટેશ્વર મહાદેવ મંદિર
કોઠારીયા કોલોનીના કોટેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન કરવામાં આવ્યુ છે. કાલથી શ્રાવણ માસના પ્રારંભે સવારે મંગળા આરતી, ધ્વજા રોહણ કરાશે. દરરોજ મહિલા મંડળ દ્વારા ધૂન-ભજન કરાશે. દરરોજ સાંજ ૭.૩૦ વાગ્યે ઓમકાર મહાઆરતી સાથે ૧૦૮ દીપદાન દીપમાળા થશે. ચાર સોમવારે વિશેષ આયોજનો થશે. આ ધાર્મિક કાર્યનો લાભ લેવા વિક્રમસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, પરેશભાઇ કારીયા, રશ્વીનભાઇ જાદવ, ક્રિપાલસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ, શનિ જાદવ, જયભાઇ, હેમલભાઇ, હિતેષભાઇ, પ્રતાપસિંહ, વિશાલ, દિલીપસિંહ, નરેન્દ્રસિંહ, હિતેષભાઇ વગેરેએ અનુરોધ કરેલ છે.
ગંગેશ્વર મંદિર
ગાંધીગ્રામ, એસ.કે. ચોક મેઇન રોડ પર આવેલ શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિતે અનેરા શણગાર કરવામાં આવ્યા છે. દર સોમવારે મહાદેવની વિશેષ શોભા સાથેની આરતી થશે.
દીકરાનું ઘર વૃધ્ધશ્રમ
ઢોલરામાં ૨૮ વર્ષથી કાર્યરત દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ પરિસરમાં બિરાજતા શ્રી મંગલેશ્વર મહાદેવના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસની ભક્તિભાવથી ઉજવણી કરાશે. નિત્ય સાંજના ૧૦૮ દીપમાળા આરતી તેમજ સવાર સાંજ પૂજન અર્ચન જાપ થશે. સત્યનારાણની કથા, લઘુરૂદ્રાભિષેક, સત્સંગ, બ્રહ્મભોજન, પાઠ, સમૂહ મહાઆરતી થશે. જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. મટકી ફોડનો કાર્યક્રમ થશે. ધર્મપ્રેમીજનો, વિવિધમંડળના બહેનો ભાઇઓએ શ્રાવણ માસમાં દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના પવિત્ર વાતાવરણનો ધર્મલાભ લેવા અનુરોધ કરાયો છે. સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા સંસ્થાના સ્થાપક મુકેશભાઇ દોશી, અનુપમભાઇ દોશી, નલિન તન્ના, સુનિલ વોરા, કિરીટભાઇ આદ્રોજા, હસુભાઇ રાચ્છ, પ્રફુલભાઇ પરીખ, કોમુભાઇ માજી, મોન્ટુ પાલિવાલ, હરેશભાઇ દવે કાર્યરત છે. વિશેષ માહીતી માટે મો.૯૮૨૫૭ ૬૫૦૫૫ અથવા મો.૯૦૯૯૯ ૯૭૬૩૬ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
(2:55 PM IST)










