તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Thursday, 24th July 2025
'માઈન્ડ ન્યુરોબિક્સ’ એક અદ્યતન ટેકનીક "માઈન્ડ ન્યુરોબિક્સ" વિશે ૨૬ મી એ રોટરી ગ્રેટર ભવન રાજકોટ ખાતે યોજાશે ફ્રી સેમિનાર
કોઈપણ બીમારીને દૂર કરવા અથવા રોજિંદા જીવનના તણાવ અને અવરોધનો સામનો કરવા માટે વૈકલ્પિક ઉપચાર શીખવો અને તેનો અભ્યાસ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ

રાજકોટ તા. ૨૩ : 'માઈન્ડ ન્યુરોબિક્સ’ એક અદ્યતન ટેકનીક છે. આ ટેકનીક સાફલ્યવાદી અભિગમને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે જે નકારાત્મક ઊર્જાને દૂર કરે છે, ચક્રોને સાજા કરે છે અને માનસિક શક્તિમાં સુધારો કરે છે. કોઈપણ બીમારીને દૂર કરવા અથવા રોજિંદા જીવનના તણાવ અને અવરોધનો સામનો કરવા માટે આવી વૈકલ્પિક ઉપચાર શીખવો અને તેનો અભ્યાસ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ ટેકનીક વિશે વિસ્તૃત માહિતી આપવા માટે તા. ૨૬ શનિવારના રોજ ‘રોટરી ગ્રેટર ભવન – વિદ્યાનગર મેઇન રોડ’ ખાતે સવારે ૧૧ થી ૧ સુધી ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં રજીસ્ટ્રેશન માટે ૯૯૨૫૧૫૯૪૩૮ અથવા ૭૦૪૪૦૬૬૬૫૪ સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
(1:05 PM IST)










