<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

એઇમ્‍સ હોસ્‍પિટલ મુદે રામભાઇ અને કેશરીદેવસિંહની રજૂઆત

વાંકાનેર-રાજકોટ : નવી દિલ્‍હી ખાતે કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી જે. પી. નડ્ડા સાથે રાજકોટ ખાતે આવેલી એઇમ્‍સ હોસ્‍પિટલ સંદર્ભે રાજયસભા સાંસદ રામભાઇ મોકરીયા તેમજ રાજયસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ રૂબરૂ મુલાકાત લીધી હતી. અને પ્રમુખ, નિયામક, વહીવટી અધિકારી, નાણાકીય સલાહકારની જગ્‍યા ભરવા રજૂઆત કરી છે. મંત્રી જે. પી. નડ્ડાએ રજૂઆતને હકારાત્‍મક રીતે લેતા અને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં ખાલી જગ્‍યાઓ ભરી દેવામાં આવશે. જેથી રાજકોટ સ્‍થિત એઇમ્‍સ હોસ્‍પિટલમાં જલ્‍દીથી ખાલી જગ્‍યા ભરાશે. જેથી સૌરાષ્‍ટ્ર તથા ગુજરાતના લોકોને આરોગ્‍ય ક્ષેત્રે સારી ઉતમ અને સરળતાથી સારવાર મળી રહેશે. (

(12:10 PM IST)