<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

દેવોને વિષ્‍ણુઓ-કહેલી શિવલીંગ પુજા

સર્વઓ દેવોને લઇને ક્ષીરસાગર સમુદ્ર કિનારે ગીપા અને બે હાથ જોડીને ભગન વિષ્‍ણુંને અમે પ્રાર્થના કરી સંસારનો ભય હરનાર પરમમ બ્રહમ જેની માયાથી જગત અનિન્‍ય હોવા છતા નિત્‍ય ભાસે છે? જેની  કૃપાથી જ્ઞાન થતા જગતની ભ્રાંતિ નાશ પામે છે. તેવા શ્રી લક્ષ્મીજી જેમના ચરણ કમળોની સેવા કરે છે. તે ભગવાન શ્રી વિષ્‍ણુને હું નમસ્‍કાર કરૂ છું.

શ્રી વિષ્‍ણુ ત્‍યાં પ્રગટ થયા અને કહેવા લાગ્‍યા મારૂ શું કામ પડયુ છે અને બ્રહ્માએ કીધુ સર્વ દુઃખો દુર થાય એવા કયાં દેવની પુજા કરીએ તે કહો વિષ્‍ણુએ કીધુ કે સર્વે  દુઃખોનો નાશ કરવા માટે દેવાધી દેવ શંકર ભગવાનનું પુજન કરવું  હે બ્રહ્મા તમે અને હું બન્‍ને સદા શિવનું સેવન કરીએ, શિવલીંગ મૂર્તિનું પુજન કરવાથી આપણે સહુ ઉત્તમ પદ પામ્‍યાં છીએ તે ભુલીગયમ છો હો દરરોજ સદાશિવનું સ્‍મરણ કરે છે તે કોઇ દિવસ દુઃખી થતાં નથી. ભગવાન વિષ્‍ણુએ આમ કીધુ એટલે દેવો શિવલીંગની માંગણી કરવા લાગ્‍યા અને વિષ્‍ણુ ભગવાને વિશ્વ કર્માને આજ્ઞા કરી કે તમે મારી આજ્ઞાથી મહાદેવના શ્રેષ્‍ઠલિંગો બનાવો અને દેવોને આપો અને વિશ્વકર્માએ અનેક પ્રકારના શિવલીંગો બનાવ્‍યા છે, અને દેવોને તેમના અધિકાર પ્રમાણે આપ્‍યા છે.

ઇંદ્રને માણેકનું લીંગ આપ્‍યુ, કુબેરને સુવર્ણનું, ધર્મરાજાને પીળા મણીનું, વરૂણને કાળા મણીનું, વિષ્‍ણુંને નિલમનું, બ્રહ્માને સોનાનું, વસુઓને ચાંદીનું, અશ્વિનીકુમારને પિતળનું, દેવી લક્ષ્મીને સ્‍ફટીકનું, આદિત્‍યને તાંબાનું સોમને મોતીનું અને સુર્યને હીરાનું લીંગ આપ્‍યું તે, ઉપરાંત બ્રાહ્મણોને માટીનું, મયદાનવને ચંદનનું,નાગોને પરવાળાનું, જ્ઞાન વિજ્ઞાનના મુળ ભકિતા પડેલા છે. ભકિતથી જ્ઞાનઉપજે છે, ભેદ દુર થાય પછી મનુષ્‍ય શિવરૂપ બને છે.

(1:42 PM IST)