તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
જય દશામાં: આજથી દશામાના દશ દિવસીય વ્રતનો પ્રારંભ

રાજકોટ : સાંઢણી ઉપર સવાર એવા શ્રી દશામાંના દશ દિવસીય વ્રતનો આજે અમાસથી પ્રારંભ થયો છે. બહેનો ઘરે ઘરે દશામાનું સ્થાપન કરી દશ દિવસ સુધી ઉપવાસ એકટાણા ફળાહાર કરીને દરરોજ માતાજીનું પૂજન કરશે. ઘરે સ્થાપન માટે સાંઢણી પર સવાર દશામાંની મૂર્તિઓનું બજારોમાં આજે છેલ્લી ઘડીનું વેચાણ જોવા મળ્યુ હતુ. તેમજ પૂજાપો, ચુંદળી, ફુલહાર, અબીલ, ગુલાલ, કંકુ જેવી સામગ્રીનું પણ ખુબ વેંચાણ થયુ હતુ. વ્રત રાખતી બહેનો છેલ્લે દિવસે આખી રાત્રીનું જાગરણ કરી વ્રતની પૂર્ણાહુતી કરે છે. આજથી દશામાંના વ્રતનો પ્રારંભ થયો હોય સાંઢળીની પ્રતિકૃતિ બનાવી પૂજન કરતા બહેનો તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(4:37 PM IST)










