તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd July 2025
જન્માષ્ટમી મહોત્સવ સમિતિઓના સહમંત્રીઓ નિયુકતઃ ગોપી કિશન સ્પર્ધા સહિતના કાર્યક્રમો

રાજકોટ તા. રર :.. વિશ્વ હિંદુ પરિષદ રાજકોટ પ્રેરિત શ્રીકળષ્ણ જન્માષ્ટમી નિમિત્તે વિવિધ ધાર્મિક, સાંસ્કળતિક અને સામાજિક કાર્યક્રમો સાથે જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા, ગોપી કિશન સ્પર્ધા, પૂજન, સાંસ્કળતિક કાર્યક્રમો, ભાવિકોની સેવા ભાવપૂર્વક વ્યવસ્થા વગેરે યોજાઈ રહ્યા છે. આ પરંપરાને જાળવી રાખવા માટે આ વર્ષે પણ ૧૬ ઓગસ્ટ ૨૦૨૫ ના દિવસે સવારે કળષ્ણ જન્માષ્ટમી ના દિવસે રાજકોટ ના ઐતિહાસિક રાજમાર્ગો ઉપર ભવ્યાતીત ભવ્ય શોભાયાત્રા નીકળશે. દર વર્ષે ની જેમ આ વર્ષે પણ શોભાયાત્રામાં ૧૦૦ થી વધુ ધાર્મિક આકર્ષક ફલોટ્સ હોય છે.
આ વર્ષે પરંપરાગત એવી જન્માષ્ટમી રથ યાત્રા ૪૦ મા વર્ષે મા પ્રવેશી રહી છેં. શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ સર્જવા તેમજ મહોત્સવને સફળ બનાવવા માટે વિશ્વ હિંદુ પરિષદ રાજકોટ મહાનગર દ્વારા જન્માષ્ટમી મહોત્સવ માટે સમિતિ ની રચના નીચે મુજબ કરેલ છે.
જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા સમાજના અલગ અલગ સંસ્થાઓ, સંગઠનો, મંડળો ને સાથે રાખીને મહોત્સવના અલગ અલગ કાર્યક્રમો માટે જવાબદાર વ્યક્તીઓની નિમણુકની કરવામા આવે છે. તે પરપરા ના ભાગ રૂપે ગઈકાલે જન્માષ્ટમી મહોત્સવ સમિતિની બેઠકમા મંત્રી શ્રી પરેશભાઇ રૂપારેલીયા દ્વારા સહમંત્રીની નિમણુકની જાહેરાત કરવામા આવિ હતી. તમામ સહમંત્રી ને અલગ અલગ યોજનાઓ અને કાર્યક્રમોની આગેવાની લેવા જવાબદારી આપવામા આવી હતી તથા તે કામો સમયસર અને અયોજન પુર્વક પુર્ણ થાય તે માટે મંત્રીશ્રીએ આગ્રહ કર્યો હતો. તથા તમામ કાર્યક્રમો જેવા કે સુત્ર સ્પર્ધા, ગોપી કિશન સ્પર્ધા, ડાયરો, પુજન નો કાર્યક્રમ, ફલોટ સુશોભન, રૂટ સુશોભન વગેરે અનેક કામોની જવાબદારી મા સમાજના તમામ વર્ગના લોકો તથા તમામ હિંદુ સંગઠનો, સંસ્થાઓ, મંડળોને સાથે રાખીને શોભાયાત્રા મા જોડવા સુચના આપિ હતી.
સહ મંત્રી....... વિનુભાઈ ટીલાવત, રાહુલ જાની , સુશીલ પામ્ભર , રવિન્દ્ર બડગુજર, દિપક ગમઢા , વિનય કારિયા ની નીમણુંક કરેલ છેં તેમ જન્માષ્ટમી મહોત્સવ સમિતિ ૨૦૨૫ ના મંત્રી શ્રી પરેશભાઈ રૂપારેલિયાએ જણાવ્યું હતું.
જન્માષ્ટમી મહોત્સવ સમિતિ તરફથી આપ સૌ ભાવિકોને આ જન્માષ્ટમી મહોત્સવ નિમિતે યોજાતા તમામ કાર્યક્રમોમાં પરિવાર સાથે જોડાવા માટે હાર્દિક આમંત્રણ છે.
(3:46 PM IST)










