<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

રાજકોટમાં બેનમૂન કન્‍વેન્‍શન-એકઝીબિશન સેન્‍ટરનું આયોજન

કાલે મનપાની સ્‍ટેન્‍ડિંગ કમિટી બેઠકઃ ૭૦ દરખાસ્‍ત : અટલ સરોવર પાસે સ્‍માર્ટ સીટી એરીયામાં પીપીપી મોડેલ આધારીત સેન્‍ટર બનાવવાના કામે એડવાઇઝરની નિમણુંક કરવા, મવડી ખાતેનું ઇન્‍ડોર સ્‍ટેડિયમ ખાનગી સંચાલનને સોપવા તથા શીતલ પાર્ક રોડ પહોળો કરવા અસરગ્રસ્‍તોને વળતર આપવા વિવિધ વિકાસ કામો અંગે થશે નિર્ણય

રાજકોટ, તા.૨૨: સૌરાષ્‍ટ્રમાં કન્‍વેન્‍શન અને એકિઝીબિશન સેન્‍ટરની માંગ ઘણા સમયથી ઉદ્યોગપતિઓ તેમજ વેપારી દ્વારા કરવામાં આવી રહી છે. તાજેતરમાં મનપાના પદાધિકારીઓએ આ મુદે મુખ્‍યમંત્રીને રજૂઆત પણ કરેલ જેથી સરકારે હકારાત્‍મક વલણ અપનાવી શહેરમાં સ્‍માર્ટ સિટી વિસ્‍તારમાં ક્‍ન્‍વેન્‍શન અને એકિઝીબિશન સેન્‍ટર માટે મંજૂરી આપી કન્‍સલ્‍ટન્‍ટ ક્રમ ટ્રાન્‍ઝેક્‍શન એડવાઇઝર તથા પીએમસીની નિમણુક કરવાની સૂચના આપી છે. તેમજ ૨૫ કરોડ રૂપિયા સરકાર આપશે જયારે બાકીની રકમ ૫૦ ટકા પીપીપી અને બોન્‍ડલોન થકી તેમજ ૨૫ ટકા રકમ મહાનગપાલિકાએ ભોગવાની રહેશે જે અંતર્ગત આવતી કાલે મળનાર સ્‍ટેન્‍ડિંગમાં દરખાસ્‍ત મંજૂર કરી સરકારમાં મોકલવા, મવડી ખાતે નવનિર્મિત ઇન્‍ડોર સ્‍ટેડિયમનું સંચાલન ખાનગી સંસ્‍થાને સોપવા તથા શીતલપાર્ક પહોળો કરવા લાઇન ઓફ પબ્‍લીક સ્‍ટ્રીટ ૧૧ અસરગ્રસ્‍તોને વળતર આપવા સહિતની ૭૦ દરખાસ્‍તો અંગે નિર્ણય થશે.

મહાનગસ્‍પાલિકામાં, અટલ સ્‍માર્ટ સીટીરાજકોટ, વિસ્‍તારમાં, સ્‍માર્ટ સિટી અન્‍વયે ૯૩૦ એકરમાં ગ્રીન ફિલ્‍ડ સ્‍માર્ટ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ઊભૂ કરેલ છે. જેના માસ્‍ટર પ્‍લાનમાં ટી.પી.-૩૨ (રૈયા), એફ.પી.નં.-૮૨ના સોશિયલ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર હેતુ માટેના, ૧.૭૫ લાખ ચો.મી. એરિયામા ક્‍ન્‍વેન્‍શન સેન્‍ટરનો સમાવેશ થયેલ છે. છેલ્લા ઘણા વર્ષોથી ચેમ્‍બર ઓફ કોમર્સ, ધારાસભ્‍ય તેમજ અન્‍ય અગ્રણીઓ દ્વારા રાજકોટમાં ક્‍ન્‍વેન્‍શન સેન્‍ટર ઊભું થાય તે માટે સતત રજૂઆતો કરવામાં આવેલ છે. આ તમામ બાબતો ધ્‍યાને લઈ તેમજ આધુનિક ક્‍ન્‍વેન્‍શન સેન્‍ટર બનાવવા માટે સ્‍વર્ણિમ જયંતી મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પ્રથમ તબક્કા માટે નાણાકીય સહાય રકમ રૂા. ૨૫.૦૦ કરોડ ગુજરાત રાજ્‍ય સરકાર દ્વારા સંદર્ભ ક્રમાંક-૨ ના પત્રથી મંજુર કરવામા આવેલ છે.

વર્ષ ૨૦૨૫-૨૬ ના ભારત સરકારના બજેટમા અર્બન ચેલેન્‍જ ફંડ નામની સ્‍કીમની જાહેરાત કરવામાં આવેલ છે. જે પૈકી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પ્રોજેક્‍ટની દરખાસ્‍ત કરવાની થાય છે. આમ, હાલની રાજકોટ શહેર તેમજ આજુ બાજુના ૬-જીલ્લાના વ્‍યાપાર જગત, ઔદ્યોગિક એકમ ધારકો, માન. ખઙ, માન. ખકઅ ની વારંવારની માંગણી અન્‍વયે સ્‍માર્ટ સિટીના જે તે વખતના માસ્‍ટર પ્‍લાનમાં ક્‍ન્‍વેનશન સેન્‍ટર માટેનો ઉઙછ તૈયાર કરવામાં આવેલ. ગુજરાત રાજ્‍ય સરકારની વર્ષ ૨૦૨૫-૨૬ મા બજેટમાં જાહેરાત તેમજ ભારત સરકારના અર્બન ચેલેન્‍જ ફંડને ધ્‍યાને રાખી આ પ્રોજેક્‍ટને આગળ વધારવા માટે યોગ્‍ય સમય છે. રાજ્‍ય સરકાર દ્વારા આ યોજના ધોરણે કરવા હિમાયત કરેલ છે. જે અન્‍વયે ૨૫ ટકા રકમ રાજકોટ મહાનગરપાલિકા, ૨૫ ટકા રકમ કેન્‍દ્ર સરકારના અર્બન ચેલેન્‍જ ફંડ હેઠળ તથા ૫૦ ટકા રકમ  લોન/બોન્‍ડ મોડેલથી કરવાની થાય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહુમુલ્‍ય જગ્‍યા ફાળવવાની થતી હોય, રાજકોટ મહાનગરપાલિકાનો ૨૫ ટકા ફાળો જગ્‍યા સામે સરભર કરવાનો રહેશે.

ઇન્‍ડોર સ્‍ટેડીયમનું સંચાલન ખાનગી

રાજકોટ શહેરના તથા સૌરાષ્‍ટ્રના પ્રતિભાશાળી ખેલાડીઓને રમતગમત માટે અદ્યતન સુવિધાઓ મળે અને રમતગમત પ્રવૃતિનો સર્વાગી વિકાસ થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા અને સ્‍પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સંયુકત ઉપક્રમે રાજકોટ સ્‍પોર્ટસ પ્રમોશન ફાઉન્‍ડેશનની સ્‍થાપના કરવામાં આવેલ છે. મહાનગરપાલિકા હસ્‍તકના  મવડીના સ્‍પોર્ટસ સંકુલ ખાતે આવેલ સીન્‍થેટિક એથ્‍લેટિક ટ્રેક, સીન્‍થેટિક હોકી ગ્રાઉન્‍ડ, ગ્રાસ હોકી ગ્રાઉન્‍ડ, બાસ્‍કેટ બોલ કોર્ટ તથા ૦૬  ટેનિસ કોર્ટનું સંચાલન સંદર્ભ(૧)ના ઠરાવથી રાજકોટ સ્‍પોર્ટસ પ્રમોશન ફાઉન્‍ડેશનને બે વર્ષ માટે સોંપવામાં આવેલ છે. જે અનુસાર રાજકોટ સ્‍પોર્ટસ પ્રમોશન ફાઉન્‍ડેશન દ્વારા રમત-ગમતની સુવિધાઓનું સંચાલન કરવામાં આવી રહેલ છે. તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના મવડી વિસ્‍તારમાં અદ્યતન સુવિધાઓ સાથેના ઈન્‍ડોર સ્‍ટેડીયમનું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં નીચે મુજબની રમત-ગમતની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.

શીતલપાર્ક મેઇન રોડ પહોળો થશે : સાંસદ સહિતના ૧૧ અસર ગ્રસ્‍તોને કપાત સામે વળતર

 મનપા દ્વારા શીતલ પાર્ક મેઇન રોડને એલઓપી હેઠળ મુકયા બાદ કપાતમાં આવતી મિલકતોના અસરગ્રસ્‍તોને વળતર ચૂકવવા માટે તેમને સાંભળવામાં આવેલ આ અંતર્ગત ૧૧ અસરગ્રસ્‍તોને વૈકિલ્‍પક વળતર પેટે એફએસઆઇનો લાભ આપવા માટેની દરખાસ્‍ત રજૂ કરવામાં આવી છે. શીતલપાર્ક શરુ કરી આખરીખંડ નં.-૩૨/૧/૧ તથા ૩૧/૧ (નીલકંઠ પાર્ટી પ્‍લોટ)સુધી ૯.૦૦ મીટર ટી.પી. રસ્‍તો કરવામાં આવેલ. જે હાલ ૧૮.૦૦ મીટર ટી.પી. રસ્‍તો તથા ૧૫.૦૦ મીટર ટી.પી. રસ્‍તાને જોડતો એક-માત્ર રસ્‍તો થાય છે. જેથી આ હયાત ૯.૦૦ મીટર રસ્‍તાની પહોળાઈ ખુબ જ ઘટે છે. જેથી આ રસ્‍તાની પહોળાઈ ૧૨.૦૦ મીટર કરવો ખુબ જ જરૂરી છે.

આ રોડ પરના સાંસદ સહિતના અસરગ્રસ્‍તોને જમીન સામે જ જમીન ફાળવવા, એફ.એસ.આઇ. આપવામાં આવશે. આ કામ ૭૦ ટકા પૂર્ણ કરવામાં આવશે.

આ ઉપરાંત આવતીકાલની સ્‍ટેન્‍ડિંગ કમિટી મીટિંગમાં કાલાવડ રોડ ફલાયઓવર રામબ્રિજ નીચે મનપા હસ્‍તક સ્‍પોર્ટસ ફેસીલીટી માટે રાહસ્‍પોર્ટસ એકેડમીને રૂા. ૨.૭૦ લાખ વાર્ષિક ભાડે આપવા ફાયર શાખા માટે ૧૧ એમ્‍બયુલન્‍સ ૧.૮૧ કરોડના ખર્ચે ખરીદવા તથા ફાયર શાખામાં પાંચ વોટર ગ્રાઉન્‍ડ ૮૧.૩૧ લાખના ખર્ચે ખરીદવા, તેમજ વિવિધ વિસ્‍તારોમાં ડી-આર પાઇપલાઇન સહિતના વિકાસકામો અંગે નિર્ણય થશે.

 

(3:43 PM IST)