<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

પ્રગટ ચેરી. ટ્રસ્‍ટ દ્વારા ડીસેમ્‍બરમાં સર્વજ્ઞાતિય સમુહલગ્ન : ૧૧ દીકરીઓને પરણાવાશે

રાજકોટ તા. ૨૨ : નિઃસ્‍વાર્થ ભાવે વિવિધ માનવ સેવકીય પ્રવૃત્તિ કરતી સંસ્‍થા પ્રગટ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સતત ૨૬ માં વર્ષે તા. ૨૭-૧૨-૨૦૨૫ના ૧૧ કન્‍યાઓના સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરાયુ છે.

આ સમુહલગ્નમાં સામેલ દીકરી તથા દીકરા બન્ને પક્ષોને સંસ્‍થા તરફથી ભોજનના ૨૫ પાસ અપાય છે. દીકરીઓને કરીયાવરમાં દાતાઓના સહયોગથી ૧૦૧ થી વધુ આઇટેમ ભેટરૂપે અપાય છે.

વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ વિતરણ શરૂ કરાયેલ છે. આ માટે સવારે ૧૦ થી ૧૨ અને સાંજે પ થી ૮ માં સંસ્‍થાના કાર્યાલય પ્રગટ ચેરીટેબલ ટ્રસ્‍ટ શ્રી પ્રગટ હનુમાનજી મંદિર, લક્ષ્મીવાડી શેરી નં. ૯-અ, મિલપરા મેઇન રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા મો.૯૯૨૫૦ ૧૭૮૮૮ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

સમુહલગ્ન તા. ૭-૧૨-૨૦૨૫ના યોજાશે. જેમાં સમસ્‍ત મિલપરા અને લક્ષ્મીવાડી વિસ્‍તારના રહેવાસીઓને મહાપ્રસાદ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.

સમગ્ર સેવા કાર્યને સફળ બનાવવા સંસ્‍થાના પૂજાબેન ભટ્ટ, જયાબેન વાઘેલા, કશ્‍યપભાઇ ભટ્ટ, દેવાંગભાઇ જયમીલ પંડયા, કિશનભાઇ સુચક, પંકજભાઇ વ્‍યાસ, બકુલભાઇ સરવૈયા, ચિંતન રાચ્‍છ, ધર્મેશભાઇ રાઠોડ, સવજીબાપા, બચુભાઇ માખેલા, અમર યાદવ, હર્ષદ રાઠોડ તેમજ અન્‍ય કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પ્રગટ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ જગદીશભાઇ ભટ્ટ, લોકમેળા ફેઇમ કલાકાર તુલસીદાસ ગોંડલીયા, વોર્ડ નં. ૧૪ ના યુવા ભાજપ પ્રમુખ કશ્‍યપભાઇ ભટ્ટ, જૈમિલ પંડયા, ચિંતન રાચ્‍છ, અમર યાદવ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:41 PM IST)