<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

સ્‍વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના અધ્‍યક્ષપદે ભરત ગાજીપરા-પ્રમુખ તરીકે જતીન ભરાડ

સોરાષ્‍ટ્ર ઝોનના રાજકોટના અજય પટેલની નિમણુંક ખજાનચીપદે વિપુલ પાનેલીયા

રાજકોટ તા.૨૨: સ્‍વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં રાજકોટના ખાનગી શાળાના સંચાલકો દબદબો રહ્યો છે.

 તા.૨૧જુલાઈના સ્‍વનિર્ભર શાળા સંચાલક મહામંડળના વિકાસ અને ગુજરાતના શિક્ષણના હિતમાં મહત્‍વપૂર્ણ કારોબારી બેઠક આણંદ શહેરના મધુભાન રિસોર્ટ ખાતે  ઉત્‍સાહભેર યોજાઈ બેઠકમાં રાજ્‍યભરની હોદ્દેદારશ્રીઓની ઉપસ્‍થિતિમાં મંડળના વિકાસ અને વ્‍યવસ્‍થિત સંચાલન માટે નવી જવાબદારી ઓની રચના કરવામાં આવી.

જેમા મુખ્‍ય હોદ્દેદારો અધ્‍યક્ષ તરીકે -ભરત ગાજીપરા પ્રમુખ જતિન ભરાડ મહામંત્રી :-  મનહર રાઠોડ ઉપાધ્‍યક્ષ -અવિનાશ પટેલ ખજાનચી- કુશ સાકરીયા-વિપુલ પાનેલીયા મહામંડળના ઉપપ્રમુખ અને સહમંત્રીશ્રીઓની ઝોન મુજબ નિયુક્‍તિઓ (સૌરાષ્‍ટ્ર ઝોન પ્રમુખ - અજય પટેલ મહામંત્રી - ચેતન શાહ અમદાવાદ ઝોન પ્રમુખ - ઇન્‍દ્રસિંહ ઝાલા - હિતેશ પટેલ દક્ષિણ ઝોન પ્રમુખ - ઉત્‍પલ શાહ પ્રમુખ- મનોજ જીવાણી મહામંત્રી - વિપુલ પટેલ મહામંત્રી -અપૂર્વ પાઠક અન્‍ય જવાબદારીઓ-અધર બોર્ડ કમિટી પ્રમુખ શ્રી અર્ચિત ભટ્ટ સંયોજક - ઘવલ પટેલ અવધેશ કાનગડ સુનિલ મોટકા ઉપરોકત હોદ્દેદારો અને જરૂરી કમિટીઓની રચના કરવામાં આવી.

જેમાં સૌરાષ્‍ટ્ર ઝોન પ્રમુખ અજયભાઈ પટેલ અને સલાહકાર સમિતિમાં -ડી.વી.મહેતાની નિમણુંક કરવામાં આવી. અધ્‍યક્ષ પદે સર્વાનુમતે ભરતભાઇ ગાજીપરા અને પ્રમુખ પદે  જતીનભાઈ ભરાડની નીમણુંક કરવામાં આવી. સાથે-સાથે રાજકોટ ખજાનચી તરીકે વિપુલભાઈ પાનેલીયાની નિમણુંક કરવામાં આવી.

સલાહકાર સમિતિ લીગલ કમિટી અને અન્‍ય નિમણૂકો પણ આ સમયે કરવામાં આવી જે મહામંડળ ના તમામ સદસ્‍ય વતી શુભેચ્‍છાઓ પાઠવવામાં આવે છે.

(3:40 PM IST)