<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

જાણીતા અભિનેત્રી, ઉદઘોષિકા રેણુબેન યાજ્ઞિકનું અવસાનઃ સાંજે અંતિમયાત્રા

રાજકોટઃ રેણુબેન ભરતભાઈ યાજ્ઞિક ( ઉંમર વ. ૮૦) તે ભરત યાજ્ઞિક ( નાટ્‍યકર્મી, આકાશવાણી રાજકોટના નિવૃત્ત ઉદઘોષક) સ્‍વ. સનત ઠાકરના પુત્રી,  રાજુ  યાજ્ઞિકના માતુશ્રી, પ્રો. પ્રેમલ યાજ્ઞિકના સાસુનું તા. ૨૨ના રોજ અવસાન થયું છે. સદગતની અંતિમ યાત્રા આજે તા. ૨૨, મંગળવારે સાંજે ૮ વાગ્‍યે પ્રેમાલય, ૨ સૌરાષ્ટ્ર કળાકેન્‍દ્ર સોસાયટી, નિર્મલા કોન્‍વેન્‍ટ સામેથી નીકળશે. રેણુબહેન આકાશવાણી રાજકોટના ઉદઘોષિકા રહ્યા છે. બાલસભા કાર્યક્રમના માધ્‍યમથી તેઓ નાની બહેન તરીકે ખ્‍યાતિ પામ્‍યા હતા. મહિલા લક્ષી કાર્યક્રમોના નિર્માણમાં તેમનું અનોખું યોગદાન હતું. પોતાની જ પારિવારિક સંસ્‍થા કલા નિકેતનના માધ્‍યમથી તેમણે ગુજરાતી રંગભૂમિના સીમાચિન્‍હ રૂપ નાટકોનું નિર્માણ કર્યું હતું. અભિનય પણ કર્યો હતો. ૫૦ વર્ષથી પણ વધારે સમય તેમણે કળા ક્ષેત્રે યોગદાન આપ્‍યું. ચિત્રકાર પિતાનો વારસો દીપાવ્‍યા બાદ પતિ ભરત યાજ્ઞિકની કળાયાત્રામાં પણ સહયાત્રી રહ્યા હતા.

(3:35 PM IST)