તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd July 2025
રેલનગર અંડરબ્રિજમાં ભ્રષ્ટાચારની ગંધઃ કોંગ્રેસ
આ બ્રિજમાં વરસાદ વિના પણ ર૪ કલાક પાણીની રેલમ છેલઃ ગંભીરા બ્રિજની જેમ જોખમઃ કોન્ટ્રાકટર સામે પગલા લેવા અતુલ રાજાણીની રજૂઆત

રાજકોટ, તા. રરઃ શહેરના વોર્ડ નં. ૩ માં કરોડોના ખર્ચે બનેલા અને લાખોના ખર્ચે રીનોવેશન બાદ પણ રેલનગર અંડરબ્રિજમાં ૨૪ કલાક ટપકતા પાણીના પગલે ગંભીરા બ્રિજની જેમ આ અંડર બ્રિજ જોખમી હોવાના પગલે આ અંગે યોગ્ય ફરી તપાસ કરવા પૂર્વ વિપક્ષ નેતા અતુલ રાજાણીએ મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી રજુઆત કરી છે.
આ અંગે પાઠવેલ પત્રમાં જણાવેલુ કે, મહાનગરપાલિકા દ્વારા એક દસકા પહેલા બનાવેલા વોર્ડ નંબર ત્રણ માં આવેલા રેલનગર અન્ડર બ્રીજ જે તત્કાલીન સમયે કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલ હતો પરંતુ એ કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં તણાયો હતો. કારણ કે આ બ્રિજમાં ચોમાસુ અને ચોમાસા બાદ સતત ૨૪ કલાક પાણી ટપકતું રહેતું હોવાને પગલે રેલનગર અંડરબ્રિજનો ઉપયોગ કરનાર અનેક વાહનચાલકો સ્લીપ થવાની ઘટનાઓ બની છે. અને આ સતત પાણીના પ્રવાહના પગલે ગંભીરા બ્રિજને જેમ આ અંડર બ્રિજ પણ શહેરીજનો માટે જોખમી બન્યો છે.
આ બ્રિજનો ઉપયોગ સવારથી સાંજ સુધીમાં રેલનગરના હજારો પરિવારો ઉપયોગ કરી રહ્યા છે અંદાજે ૬૦ હજારની વસ્તી ધરાવતા રેલ નગર વિસ્તારમાં અવરજવર કરવા માટે પોપટપરા નું નાલુ અને આ અંડર બ્રિજ આશીર્વાદ સમાન છે પરંતુ સામાન્ય વરસાદે પોપટપરા નું નાલુ બંધ થઈ જાય છે જે પગલે ફરજિયાત રેલ નગર અંડર બ્રિજ નો ઉપયોગ કરવાની ફરજ પડે છે. પરંતુ આ બ્રિજ પણ સામાન્ય વરસાદમાં પાણી પાણી થઈ જાય છે. રાજકોટમાં હજુ બારે મેઘ ખાંગા થયા નથી ત્યાં રેલ નગર અન્ડર બ્રીજ માં ચુવાક શરૂ થઈ ગયું છે અને પાણી પાણી હોવાને પગલે અવરજવર કરતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
આ રેલનગર બ્રિજમાં ચોમાસામાં જ પાણી ટપકે છે એવું નથી ચોમાસા બાદ પણ મહિનાઓ સુધી પાણી ટપકતું હોવાને પગલે આ બ્રિજમાં ટપકતા પાણી અંગે અધિકારી પદાધિકારીઓએ સાઇટ વિઝીટ કરી હતી અને ત્યારબાદ આ ટપકતા પાણી બંધ કરવા માટે અંદાજે ૬૦ થી ૭૦ લાખ માં કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ હતો અને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી ૧૫ જ દિવસ આ બ્રિજ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મુદત વધારવામાં આવી અને બ્રિજને વધુ બંધ કરાયો હતો અને તત્કાલીન સમયે કોન્ટ્રાક્ટર અને પદાધિકારીઓએ જાહેર કર્યું હતું કે વોટર પ્રૂફિંગ ને પગલે હવે રેલનગર બ્રિજ કોરો રહેશે અને પાણી નહીં પડે પરંતુ હાલ સામાન્ય વરસાદે રેલનગર બ્રિજમાં સતત ૨૪ કલાક પાણી ટપકતું હોય અને કરવામાં આવેલ તમામ ખર્ચ પાણીમાં ગયો છે. ત્યારે રેલ નગર અંદર બ્રિજમાં અને તેના સમારકામમાં ભ્રષ્ટાચારની બદબૂ આવી રહી છે જે પગલે તત્કાલીન સમયે કોન્ટ્રાક્ટ માં ટેન્ડરની શરતો મુજબ જો પાણી બંધ કરવાની કોન્ટ્રાક્ટર ની બાંહેધરી હોય તો કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરવી અથવા બ્લેક લિસ્ટ કરી તેની પાસેથી નાણાંની રિકવરી કરવાની માંગ છે
(3:26 PM IST)










