તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd July 2025
કોઠારીયામાં અલ્ટ્રા મોર્ડન કોમ્યુનિટી હોલઃ કણકોટ રોડ ખાતે અદ્યતન લાયબ્રેરી બનશે
શહેરના વોર્ડ નં. ૯ તથા ૧ર માં વોર્ડ ઓફીસ બનાવવા પણ સ્ટેન્ડીંગમાં દરખાસ્ત :વોર્ડ નં. ૧૮નો કોમ્યુનીટી હોલ બે માળનો બનાવાશે, કુલ ૧૩.૮પ કરોડ ખર્ચાશે : વોર્ડ નં. ૧૧નું વાંચનાલય ૧૩.પ૪ કરોડના ખર્ચે ૪ માળનું બનશે

રાજકોટ, તા. રર : મનપા દ્વારા શહેરમાં લોકોની સુવિધા વધારવા વિકાસ કાર્યોને મંજુરી માટે કાલની સ્ટેન્ડીંગની બેઠકમાં દરખાસ્ત મુકવામાં આવી છે. જેમાં વોર્ડ નં. ૧રમાં આરોગ્ય કેન્દ્ર તથા વોર્ડ ઓફીસ, વોર્ડ નં. ૧૮માં કોમ્યુનીટી હોલ, વોર્ડ નં. ૯માં વોર્ડ નં. ૧૧ મ)ં લાઇ બ્રેરી બનાવવા માટે દરખાસ્ત રજૂ કરાઇ છે.
ઓફીસ ૧૮૩૦.૫૩ ચોરસ મીટરમાં આરોગ્ય કેન્દ્ર તેમજ વોર્ડ ઓફિસ બનાવવાનાં કામે આરોગ્ય કેન્દ્રમાંઆર.બી.એસ.કે. રૂમ, આર.એન.ટી.સી.પી. રૂમ, એન.એન.એમ. રૂમ, લેબોરેટરી રૂમ, નસીંગ રૂમ, બાળકોનો વેકસીન રૂમ, મેડીકલ ઓફિસર રૂમ, ડોકટર રૂમ, કોન્ફરન્સ રૂમ, માં અમળતમ કાર્ડની કામગીરી માટેનો રૂમ, મેડીકલ સ્ટોર, રેકર્ડ રૂમ તથા સ્ટોર રૂમ બનાવવામાં આવશે.તેમજ વોર્ડ ઓફિસમાં ટેકસ ઇન્સ્પેકટર રૂમ,સેની. ઇન્સ્પેકટર માટેનો રૂમ, વોર્ડ ઓફિસર રૂમ, વોર્ડ એન્જીનીયર રૂમ, ટેકનીકલ સ્ટાફ રૂમ, તથા ફાયર, સી.સી.ટી.વી. સહિતની સુવિધાઓનાં કામનો સમાવેશ થયેલ છે. અને રૂ.૬,૪૩,૬૮,૯૨૪/- ની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવતા એલ-૧ એજન્સીએ ૯.૮૯ ટકા ઓછા ભાવ દર્શાવતા. આ કામનો કુલ ખર્ચ પ.૮૬ કરોડ થશે.
ઉપરાંત વોર્ડ નં. ૧ર માં આવેલ પેટા વોર્ડ ઓફિસ ૧ર (બ) (વાવડી)માં ટી.પી. સ્કીમ નં. ૧પ (વાવડી), એફ.પી. નં. ૪ર (એ), સોશ્યલ ઇન્ફ્રાસ્ટ્રકચર હેતુના અનામત પ્લોટમાં, (વાવડી ૮૦ ફૂટ રોડ સુરાપુરા મંદિર સામે) અંદાજે ૧૩પ.૦૦ ચોરસ મીટરમાં વોર્ડ ઓફિસ બનાવવાના કામનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં એક હોલ, એક રૂમ, જનરલ સ્ટોર રૂમ તથા લેડીઝ-જેન્ટસ ટોયલેટ બનાવવામાં આવશે. તેમજ કમ્પાઉન્ડ વોલ, પેવર બ્લોક વર્ક, અન્ડર ગ્રાઉન્ડ વોટર ટેન્ક સહિતની સુવિધાઓનના કામનો સમાવેશ થયેલ છે. અને રૂ. ૧૬,૬૯,ર૬૧ ની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવતા એલ-૧ એજન્સીએ ૧૩ ટકા વધુ ભાવ દર્શાવેલ. આ કામનો ખર્ચ ૧૮.૮૬ કરોડ થશે.
જયારે વોર્ડ નં. ૧૮ માં ટી.પી. સ્કીમ નં. ૧ર (કોઠારીયા) ફા. પ્લોટ નં. ૪ર/ એ માં શાનદાર રેસિડેન્સી-૬ની બાજુમાં પ્લોટમાં કોમ્યુનીટી હોલ આશરે ૬૭૦૦ ચો.મી. માં ગ્રાઉન્ડ ફલોરમાં ર્પાકિંગ એડમીન ઓફીસ, લોકો માટેની બે કોમન લીફટ અને કિચન માટે એક સર્વિસ લીફટ અને ફર્સ્ટ ફલોરમાં નોન એ.સી. ફંકશન અને ડાઇનીંગ માટેનો હોલ, વર અને વધુ માટેના એટેચ્ડ બાથરૂમવાળા એ.સી. રૂમ, સ્ટોર રૂમ સાથેનો કિચન એરીયા અને હેન્ડ વોશ શેરીયા કોમન ટોઇલેટ એરીયાનો સમાવેશ કરાયેલ છે. સેકન્ડ ફલોરમાં એ.સી. ફંકશન અને ડાઇનીંગ માટેનો હોલ, વર અને વધુ માટેના એટેચ્ડ બાથરૂમવાળા એ.સી. રૂમ, સ્ટોર રૂમ સાથેનો કિચન એરીયા અને હેન્ડ વોશ એરીયા, કોમન ટોઇલેટ એરીયા, ટેરેસ રૂમનો સમાવેશ કરવામાં આવેલ છે. જે માટે જીએસટી સિવાયની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવતા એલ-૧ દ્વારા ૭.૧૪ ટકા ઓછા ભાવ આપવા ૧૩.૮પ કરોડ કુલ ખર્ચ થશે.
શહેરના વોર્ડ નં. ૯માં આવેલ ટી.પી.સ્કીમ નં.૧૬ (રૈયા), એફ.પી.નં.-૭૧(એ) પાટીદાર ચોકની બાજુમાં જૈન દેરાસરવાળી શેરીમાં અંદાજે ૧૨૨.૦૦ ચોરસ મીટરમાં વોર્ડ ઓફિસ બનાવવાનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં ટેકસ ઇન્સ્પેકટર રૂમ, રેકર્ડ રૂમ, જનરલ સ્ટોર રૂમ, સોલીડવેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે રૂમ, રીસેપ્શન રૂમતથા લેડીઝ-જેન્ટસ ટોયલેટ બનાવવામાં આવશે. તેમજ કમ્પાઉન્ડ વોલ, પેવર બ્લોક વર્ક, રેઇન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ સહિતની સુવિધાઓનાં કામનો સમાવેશ થયેલ છે.અને રૂા.૪૨,૨૮,૭૩૪/- ની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવતા એલ-૧ દ્વારા ૩.૯૯ ટકા વધુના ભાવ આપતા કામનો કુલ ખર્ચ ૪૩.૯૭ લાખનો થશે.ઉપરાંત વોર્ડ નં.૧૧માં ટી.પી.સ્કીમ નં.૨૭માં આવેલ એફ.પી.નં.-૧૯/એ., કણકોટ રોડ, અક્ષર પ્રાઇમ પાસે લાઇબ્રેરી બનાવવા અંદાજે ૨૧૦૫.૫૩ ચોરસ મીટર પ્લોટ એરીયામાં ર્પાકિંગ માટે લોઅર બેઝમેન્ટ, અપર બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર પર રીક્રીએશન રૂમ, યોગા મેડીટેશન રૂમ, વેઇટીંગ એરીયા, ફર્સ્ટ ફલોર પર સ્ટાફ રૂમ, ઓફિસ, બાળકો માટે લાઇબ્રેરી, સીનીયર સીટીઝન માટે રીડીંગ રૂમ તથા કોન્ફરન્સ રૂમ, સેકન્ડ ફલોર પર બુક સેકશન તેમજ ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સીટીંગ એરીયા, તથા થર્ડ ફલોર પર સ્પર્ધાત્મક તેમજ અન્ય તૈયારી કરતા વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓ માટે અલગ-અલગ રીડીંગ રૂમ, ફોર્થ ફલોર પર ટેરેસ તેમજ ઓડીયો/વિડીયો રૂમ અને તમામ ફલોર પર લેડીઝ/જેન્ટસ ટોયલેટ, સમગ્ર બિલ્ડીંગમાં લીફટની સુવિધા, સી.સી. ટી.વી. કેમેરા, ફાયર સીસ્ટમની સુવિધાનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. તેમજ આ બિલ્ડીંગનાં ૨૪.૦૦ મીટર રોડ તરફે ગ્રાઉન્ડ ફલોર ડબલ હાઇટની ૭ અને ફર્સ્ટ ફલોર પર રેગ્યુલર હાઇટની ૭ આમ કુલ-૧૪ દુકાનો/શો-રૂમ બનાવવાનાં કામો સમાવેશ કરવામાં આવેલ છે. અને રૂા.૧૪,૯૦,૦૪,૫૫૬/- ની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં એલ-૧ દ્વારા ૯.૧૧ ટકા ઓછા ભાવ આવતા કામનો કુલ ખર્ચ રૂા. ૧૩.પ૪ કરોડ થશે. ૯.૩ર)
અઢી-અઢી વર્ષ થયા છતાં કાર્યક્રમોની ચુકવણી બાકીઃ કાલે બે દરખાસ્ત
વર્ષ ૨૦૨૨ની આતશબાજી તથા ૨૦૨૩ના પ્રજાસત્તાક પર્વની સંગીત સંધ્યા-ધ્વજ વંદનનું બીલ પાસ થશે?
રાજકોટઃ આવતીકાલે મનપાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં વિકાસ કામો, નિતી વિષયક સહિતની ૭૦ દરખાસ્તો મૂકવામાં આવી છે.જેમાં ૨૦૨૨ અને ૨૦૨૩ના વર્ષમાં યોજાયેલ વિવિધ કાર્યક્રમોના ચૂકવણા માટે કાલની સ્ટેન્ડીંગમાં દરખાસ્તની મંજૂરી માટે મૂકવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૨માં મનપા દ્વારા દરવર્ષની માફક દિવાળીના તહેવારોને અનુલક્ષીને આતશબાજી માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી.ે અઢી-અઢી વર્ષ બાદ આ કાર્યક્રમમાં ખર્ચની ચૂકવણી અંગે કાલની સ્ટેન્ડીંગમાં નિર્ણય લેવાશે. ઉપરાંત વર્ષ ૨૦૨૩માં પ્રથાસત્તાક પર્વ અંતર્ગત સંગીત સંધ્યા તથા ધ્વજવંદન કાર્યક્રમને પણ બે વર્ષ ઉપરાંતનો સમય વિતી ગયો છે અને આ ચાલુ ટર્મમાં જ બે ડઝનથી વધુ વાર સ્ટેન્ડીંગ મળી હોવા છતા આ કાર્યક્રમમાં ચૂકવણાનો કોઇ નિકાલ નથી આવ્યો!જો આવી જ રીતે કાર્યક્રમના ખર્ચના ચૂકવણામાં કોઇપણ કારણસર વિલંબ થશે તો ભવિષ્યમાં મનપામાં કામ કરવા માટે એજન્સીઓમાં કચવાટ ઉભો થવાની શકયતાઓ રહેલી છે.
(3:06 PM IST)










