તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
ભીલવાસ રોડ પર કાર ડિવાઇડરમાં ચડી ગઇઃ ચાલક રેઢી મુકી ભાગ્યો
સીટ નીચેથી દારૂની ખાલી બોટલ મળતાં કાર્યવાહી

રાજકોટ તા. ૨૧: શહેરના ભીલવાસ ઇગલ પેટ્રોલ પંપની સામેના રોડ પર જીજે૦થ્રીએલએમ-૨૭૨૭ નંબરની કીયા કારના ચાલકે કાબુ ગુમાવતાં કાર રોડ ડિવાઇડર પર ચડી જતાં ચાલક રેઢી મુકીને ભાગી ગયો હતો.
બનાવની જાણ થતાં પ્ર.નગરના કોન્સ. વનરાજભાઇ બોરીચા, રીયાઝભાઇ ભીપોત્રા, શકિતસિંહ ડોડીયા સહિતનાએ પહોંચી તપાસ કરી હતી. કાર અંદર ચેક કરતાં સીટ નીચેથી દારૂની ખાલી બોટલ મળી આવી હતી. ભાગી ગયેલા ચાલક સામે બેફીકરાઇથી કાર હંકારી અકસ્માત સર્જી રોડ પર રેઢી મુકીને ભાગી જવાનો ગુનો નોંધ્યો હતો. હેડકોન્સ. જે. એચ. જાડેજા વધુ તપાસ કરે છે. આ બનાવ રવિવારે રાતે બન્યો હતો.
(4:19 PM IST)










