તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
છેલ્લા એક વર્ષમાં ૬૭૧ર બાંધકામ પ્લાન ઇન્વર્ડઃ ૧૬૩પ નામંજૂર : બેડ ફલાવરનો વિવાદ યથાવત
ઇસ્ટ ઝોનમાં સૌથી વધુ અરજી : રપમીટરથી વધુ બિલ્ડીંગ પ્લાનમાં ર૩ પૈકી પ જેટલા મંજુર : જનરલ બોર્ડમાં માહિતી આપતા તંત્ર વાહકો

રાજકોટ, તા. ૨૧: રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ આઘાતમાં પડેલુ અને ગતિશીલના બદલે મંદ ગતિમાં આવેલું લાગતું મહાપાલિકા તંત્ર ઇન્ચાર્જ અધિકારીઓના હવાલે ગાડુ ગબડાવે છે ત્યારે મુખ્ય ગણાતા ટીપી અને ફાયર શાખામાં આ તારીખ બાદ થયેલી કામગીરીની સત્તાવાર માહિતી તંત્રએ જાહેર કરી છે. શનિવારે જનરલ બોર્ડમાં આ અંગેની આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી હતી.
આગની ઘટના તા.૧ જુન ર૦ર૪ બાદ મહાપાલિકામાં મૂકાયેલા અને મંજુર થયેલા પ્લાનના આંકડા માંગવામાં આવ્યા હતા. તેના જવાબમાં ટીપી શાખાએ જણાવ્યું છે કે તા.૧ જૂન ર૦ર૪ બાદ આજ સુધીમાં કોર્પોરેશનમાં કુલ ૬૬૦પ પ્લાન ઇન્વર્ડ થયા છે અને તે પૈકી પ૦૭૭ પ્લાન મંજૂર થયા છે.
૧૬૩પ અરજી નામંજુર કરવામાં આવી છે. ઝોનવાઇઝ આંકડા મુજબ સેન્ટ્રલ ઝોનમાં રજૂ થયેલા ૧૧૦૪ પ્લાન મુકાયા છે. વેસ્ટ ઝોનમાં મુકાયેલા ર૪૬૪ પ્લાન મુકવામાં આવ્યા છે. જયારે પૂર્વ ઝોનમાં હેતુફેર કર્યાની, ૪૬ પ્લોટ ખાનગી કે વિવિધ સંસ્થાને વેંચાણ અથવા હરાજીથી આપ્યાની માહિતી આપી છે. એક પ્લોટમાં કપાત રદ કરી ટીપી સ્કીમ નં.૩ નાના મવા વેરીડ કરવામાં આવી છે.
છેલ્લા એક વર્ષમાં એટલે કે ૧ જુન ર૦ર૪ થી વધુ પ્લાન ૧૫ મીટરથી નાના બાંધકામોના મૂકાયા છે. જેમાંથી ૧૬૦૦ મેટલ પ્લાન નામંજૂર થયા છે. તો ૧૫ મીટરથી ઉપરના અને હાઇરાઇઝમાં આવતા કુલ ૫૯ પ્લાનનો પણ નિકાલ કરવમાં આવ્યો છે.
અત્યાર સુધીમાં ૨૫ મીટર હેઠળના એટલે કે ર૩ પ્લાન પાસ થયા છે. તેમાં ઇસ્ટ ઝોન-૦, વેસ્ટના ર અને સેન્ટ્રલના ૩ પ્લાન છે. આમ રપ એમ વધુ એટલે બેડ ફલાવરનો વિવાદ યથાવત જોવા મળ્યો છે.
(3:25 PM IST)










