<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

મેટોડામાં લઘુશંકા કરતી વખતે ૨૦ વર્ષનો યુવાન ઢળી પડયોઃ મોત

મુળ યુપીના યુવાનને હાર્ટએટેક આવી ગયોઃ ચાર બહેનનો એકનો એક ભાઇ હતોઃ પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૨૧: હાર્ટએટેકની વધુ એક ઘટનામાં વીસ વર્ષના યુવાનનું લઘુશંકા કરતી વખતે ઢળી પડતાં મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૩માં ડેલ્‍ટા ટેક્‍નોકાસ્‍ટ નામની ફેક્‍ટરીના ક્‍વાર્ટરમાં રહેતાં અને ફેક્‍ટરીમાં કામ કરતો યુવરાજસિંગ શીરપાલ યાદવ (ઉ.વ.૨૦) નામનો યુવાન રવિવારે ક્‍વાર્ટરના બાથરૂમમાં લઘુશંકા કરવા ઉભો હતો ત્‍યારે એકાએક ઢળી પડતાં બેભાન થઇ ગયો હતો અને માથામાં ઇજા થઇ હતી. તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારજનોમાં અને સાથેના મજૂરોમાં શોક વ્‍યાપી ગયો હતો.

યુવરાજસિંગ યાદવ મુળ યુપી લખનોૈનો વતની હતો અને ચાર બહેનનો એકનો એક ભાઇ હતો. હાર્ટએટેક આવી ગયાનું ખુલ્‍યું હતું. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ હતી.

(3:19 PM IST)