તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
રાજકોટના બેડી ગામની પ્રાથમિક શાળામાં ‘શી' ટીમનો અવેરનેસ કાર્યક્રમ યોજાયો
પીઆઇ એસ. એન. રાઠોડની રાહબરીમાં કોકીલાબેન સોલંકીની કાર્યવાહી

રાજકોટઃ મોરબી રોડ પરના બેડી ગામની પ્રાથમિક શાળા ખાતે મહિલા પોલીસ સ્ટેશનની શી ટી મદ્વારા છાત્રોમાં જાગૃકતા લાવવા અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૂડ ટચ બેડ ટચ, સાયબર ક્રાઇમ, ટ્રાફિક નિયમન, અવાવરૂ સ્થળે બાળકોએ એકલા નહિ જવા, પોતાનું રક્ષણ કઇ રીતે કરવું, ૧૦૦ નંબર, ૧૮૧ હેલ્પ લાઇન, સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ સહિતની માહિતી અપાઇ હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી આર. એસ. બારીયાની સુચના અંતર્ગત પીઆઇ એસ. એન. રાઠોડની રાહબરીમાં શી ટીમના ઇન્ચાર્જ કોકીલાબેન સોલંકી સહિતે આ કાર્યક્રમે સફળ બનાવ્યો હતો.
(3:01 PM IST)










