<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

વૃધ્‍ધાવસ્‍થા અને સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યાઓ ...

નેશનલ કાઉન્‍સિલ ઓન એજિંગ દ્વારા સર્વે કરવામાં આવ્‍યો અને જાણવા મળ્‍યું કે ૮૦ ટકા વળદ્ધોને ઓછામાં ઓછી એક ક્રોનિક સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યા હોય છે અને ૬૮ ટકા લોકોને બે કે તેથી વધુ હોય છે. આ આંકડા હોવા છતાં, વળદ્ધ લોકો હાલની સ્‍વાસ્‍થ્‍ય સ્‍થિતિમાં સુધારા કરીને અને અન્‍ય સ્‍થિતિઓ વિકસાવવાનું જોખમ ઘટાડીને આરોગ્‍ય અને જીવનની ગુણવત્તાને મહત્તમ બનાવી શકે છે.

 હૃદય સંબંધિત સમસ્‍યાઓ

હાઈ બ્‍લડ પ્રેશર (હાયપરટેન્‍શન)

હાઈ બ્‍લડ પ્રેશર જેને ઘણીવાર સાયલન્‍ટ કિલર કહેવામાં આવે છે કારણ કે તેના કોઈ લક્ષણો નથી હોતા, તે એક ગંભીર સ્‍થિતિ છે જે ૫૮ ટકા વળદ્ધોને અસર કરે છે.  તે રક્‍ત વાહિનીઓને નુકસાન પહોંચાડે છે અને સ્‍ટ્રોક અને હાર્ટ એટેક જેવી ગંભીર (અને કયારેક જીવલેણ) સ્‍થિતિઓનું જોખમ વધારે છે.

હાઈ બ્‍લડ પ્રેશર અટકાવવા માટે સ્‍વસ્‍થ વજન જાળવી રાખો, તણાવ ઓછો કરો , મીઠું મર્યાદિત કરો , આલ્‍કોહોલ બંધ કરો અને નિયમિતપણે કસરત કરો. સ્‍વાસ્‍થ્‍યનું નિરીક્ષણ કરવા અથવા પ્રી-હાયપરટેન્‍શન શોધવા માટે નિયમિતપણે બ્‍લડ પ્રેશર તપાસો .

ઉચ્‍ચ કોલેસ્‍ટ્રોલ

એક અભ્‍યાસ મુજબ લગભગ અડધા વરિષ્ઠ નાગરિકોને કોલેસ્‍ટ્રોલ ઘટાડવા માટેની સારવારની જરૂરત પડે છે. જ્‍યારે શરીરમાં કોલેસ્‍ટ્રોલ યુક્‍ત ચરબીનું પ્રમાણ સામાન્‍ય કરતાં વધારે હોય ત્‍યારે કોલેસ્‍ટ્રોલ ધમનીઓની અંદરની દીવાલ પર અન્‍ય ચરબી સાથે મળીને જામી જાય છે.

ઉચ્‍ચ કોલેસ્‍ટ્રોલને અટકાવવા માટે ધૂમ્રપાન અને દારૂનું સેવન છોડી દો, સક્રિય રહો અને નિયમિત કસરત કરો, સ્‍વસ્‍થ વજન જાળવી રાખો , ટ્રાન્‍સ ચરબી ઓછી ખાઓ.

કોરોનરી હૃદય રોગ

કોરોનરી હૃદય રોગ (જેને ઇસ્‍કેમિક હૃદય રોગ પણ કહેવાય છે) ત્‍યારે થાય છે જ્‍યારે હ્રદયને લોહી પહોંચાડતી ધમની (કોરોનરી ધમની)માં પ્‍લેક જમા થાય છે. તેનાથી હૃદયમાં જતું લોહીનું પ્રમાણ ઘટે છે જે આગળ જતાં લોહી ગંઠાવાનું અને હૃદયરોગના હુમલામાં પરિવર્તિત થઈ શકે છે.

કોરોનરી હૃદય રોગને અટકાવવા માટે સંતળપ્ત અને ટ્રાન્‍સ ચરબી, ખાંડ અને મીઠું મર્યાદિત કરો, દરરોજ રાત્રે ૭-૮ કલાક ઊંઘ લો , તણાવ ઓછો કરો , નિયમિત કસરત કરો અને ધૂમ્રપાન ન કરો .

હૃદય નિષ્‍ફળતા

હૃદયની નિષ્‍ફળતા એ છે જ્‍યારે હૃદય નબળું પડી જાય છે અને કાર્યક્ષમ રીતે લોહીને પંપ કરી શકતું નથી. તેને લીધે આખા શરીરને પૂરતું લોહી અને ઓક્‍સિજન મળતો નથી જે આગળ જતાં થાક, ચક્કર, ઉબકા, મૂંઝવણ અથવા ભૂખમાં ઘટાડો વગેરેનું કારણ બની શકે છે.

હૃદયની નિષ્‍ફળતાને અટકાવવા અથવા તેનું સંચાલન કરવા માટે કોરોનરી હૃદય રોગ અને હાઈ બ્‍લડ પ્રશરનું જોખમ ઘટાડવું જોઈએ.

મગજ સંબંધિત સમસ્‍યાઓ હતાશા

ડિપ્રેશન અથવા હતાશા એક એવી સારવારયોગ્‍ય તબીબી સ્‍થિતિ છે જે વળદ્ધત્‍વનો સામાન્‍ય ભાગ નથી. તેનાથી ઉદાસી, ભાવનાત્‍મક સુન્નતા, ચિંતા, ઊંઘની સમસ્‍યાઓ, એકાગ્રતા અને યાદશક્‍તિની સમસ્‍યાઓ, ભૂખ અથવા વજનમાં ફેરફાર, વિવિધ પ્રવળત્તિઓમાં રસ ઓછો લેવો અને આવું ઘણું બધું થઈ શકે છે.

ડિપ્રેશનને રોકવા અથવા તેનું સંચાલન કરવા માટે મિત્રો, પરિવારના સભ્‍યો તથા અન્‍ય લોકો સાથે જોડાયેલા રહો, સ્‍વસ્‍થ આહાર લો, આલ્‍કોહોલ, કેફીન, કળત્રિમ ગળપણ અને ખૂબ પ્રોસેસ્‍ડ ખોરાક મર્યાદિત કરો, નિયમિત કસરત કરો તથા તબીબી સલાહ લો.

જો તમને આત્‍મહત્‍યા વિશે વિચારો આવતા હોય તો નેશનલ સ્‍યુસાઇડ પ્રિવેન્‍શન લાઇફલાઇનને ૧-૮૦૦-૨૭૩-TALK (૮૨૫૫) અથવા ૯૮૮ પર કોલ કરો.

અલ્‍ઝાઇમર રોગ અને ડિમેન્‍શિયા

અલ્‍ઝાઇમર રોગ એ એક પ્રકારનો ડિમેન્‍શિયા છે. તે ડિમેન્‍શિયાનો સૌથી સામાન્‍ય પ્રકાર છે અને ડિમેન્‍શિયાના તમામ કેસોમાં ૬૦-૮૦ ટકા કેસોમાં તેનો સમાવેશ થાય છે. ડિમેન્‍શિયામાં અલ્‍ઝાઇમર રોગ અને તેના જેવા મગજ તથા જ્ઞાનતંતુને અસર કરતાં દરેક જ્ઞાનાત્‍મક લક્ષણોના સંગ્રહનો એક સંયુક્‍ત શબ્‍દ છે. જ્‍યારે મગજને ઇજાઓ, નાના સ્‍ટ્રોક અથવા રોગ થાય ત્‍યારે તેની યાદ રાખવાની શક્‍તિ ઓછી થઈ જાય છે જેને આપણે ડિમેન્‍શિયા નામથી ઓળખીએ છે. અલ્‍ઝાઇમર અને અન્‍ય ડિમેન્‍શિયામાં યાદશક્‍તિમાં ઘટાડા ઉપરાંત વિચારવામાં કે સમસ્‍યાનું નિરાકરણ કરવામાં મુશ્‍કેલી પડે છે જે રોજિંદા જીવનમાં દખલ કરે છે.

ડિમેન્‍શિયાનું જોખમ ઘટાડવા માટે કેટલાક ઉપાયો છે. નિયમિત કસરત કરવાથી શરીર અને મગજ બંનેને ફાયદો થાય છે. જીવનમાં વ્‍યસ્‍ત રહેવું અને સામાજિક જોડાણો જાળવી રાખવાથી પણ ડિમેન્‍શિયાનું જોખમ ઘટે છે. તે ઉપરાંત સારી ગુણવત્તાવાળી ઊંઘ અને સ્‍વસ્‍થ આહારથી પણ ફાયદો થાય છે.

સંધિવા કે જેમાં હાડકાં અને તાાયુઓ, સ્‍વાદુપિંડ, કિડની અને ફેફસાં જેવા અવયવોને અસર થાય ઓસ્‍ટિયોઆર્થ્રાઇટિસ (OA) એ સંધિવાનું સૌથી સામાન્‍ય સ્‍વરૂપ છે. તે સાંધાનો એક રોગ છે જેમાં સાંધાનું cartilage  સમય જતાં તૂટી જાય છે. જેના કારણે સોજો અને બળતરા થાય છે જે પીડા અને જડતા તરફ દોરી જાય છે. કેટલાક લોકો સંધિવાને કયારેક કયારેક થતો દુખાવો અથવા જડતા તરીકે નકારી કાઢે છે, પરંતુ ક્રોનિક સંધિવાનો દુખાવો એટલો તીવ્ર હોઈ શકે છે કે વળદ્ધોને અનિચ્‍છનીય જીવનશૈલીમાં ફેરફાર કરવાની ફરજ પડે છે.

નિયમિત કસરત (અઠવાડિયામાં ૫ વખત દરરોજ ૩૦ મિનિટ)  કરવાથી સંધિવામાં સુધારો થાય છે અને સંધિવાનો દુખાવો ઘટે છે. સ્‍વસ્‍થ વજન જાળવી રાખવાથી જેમ કે ફક્‍ત ૫૦૦ ગ્રામ વજન ઘટાડીને ઘૂંટણ પરથી ૨ કિલો જેટલું દબાણ ઓછું કરી શકાય છે. તે ઉપરાંત સાંધાને થતી કોઈ પણ પ્રકારની ઇજાઓ તળવી જોઈએ અને ઇજા ના થાય તે માટે સાવચેત રહેવું જોઈએ. ધૂમ્રપાન ન કરવાથી પણ સંધિવામાં ફાયદો થાય છે.

ડાયાબિટીસ

ડાયાબિટીસ ધરાવતા લોકોને નાની ઉંમરે પણ હૃદય રોગ અથવા સ્‍ટ્રોક થવાની શકયતા વધુ હોય છે. જ્‍યારે કોઈને ડાયાબિટીસ હોય છે, ત્‍યારે તેમના લોહીમાં ગ્‍લુકોઝ (બ્‍લડ સુગર) નું સ્‍તર ખૂબ વધારે  હોય છે. જ્‍યારે શરીર પૂરતું ઇન્‍સ્‍યુલિન બનાવતું નથી અથવા જ્‍યારે આપણું શરીર ઇન્‍સ્‍યુલિન સામે પ્રતિક્રિયા આપવાનું છોડીદે ત્‍યારે આ થઈ શકે છે. જ્‍યારે પૂરતું ઇન્‍સ્‍યુલિન ન હોય ત્‍યારે ગ્‍લુકોઝ શરીરના કોષોમાં પ્રવેશતું નથી. તેના બદલે, તે લોહીમાં એકઠું થાય છે અને હાઈ બ્‍લડ સુગરનું કારણ બને છે. સમય જતાં, હાઈ બ્‍લડ સુગર આંખો, કિડની, ચેતા, હૃદય, પેઢા, દાંત અને રક્‍તવાહિનીઓને ગંભીર નુકસાન પહોંચાડે છે. તેનાથી હૃદય રોગ, સ્‍ટ્રોક, અંધત્‍વ, કિડના રોગો, મગજ તથા જ્ઞાનતંતુની સમસ્‍યાઓ, પેઢાના ચેપ અને અંગવિચ્‍છેદન જેવી સ્‍વાસ્‍થ્‍ય સમસ્‍યાઓ ઉદ્વવે છે.

ડાયાબિટીસને અટકાવવા અથવા તેનું સંચાલન કરવામાટે કેટલાક સૂચનો છે. સ્‍વસ્‍થ આહાર લો અને દારૂના વ્‍યસનને છોડો. આગળ જણાવ્‍યા મુજબ નિયમિત કસરત કરો અને શરીરના વજનને નિયંત્રિત કરો.  જો કોઈને પ્રી-ડાયાબિટીસનું નિદાન થાય તો તેને શરીરનું વજન ૫ થી ૭ ટકા ઘટાડવું જોઈએ.

ક્રોનિક કિડની રોગ (CKD)

ક્રોનિક કિડની રોગ સમય જતાં કિડનીના કાર્યમાં ધીમે ધીમે ઘટાડો લાવે છે. જેના કારણે હૃદય રોગ અને કિડની નિષ્‍ફળતાનું જોખમ વધે છે.

CKD ને અટકાવવા માટે ડાયાબિટીસ અને હાઈ બ્‍લડ પ્રેશરનું જોખમ ઘટાડવું જોઈએ અને ડાયાબિટીસના લક્ષણોનું સંચાલન કરવું એકદમ આવશ્‍યક છે કારણ કે કિડનીને નુકસાન માટેના આ ૨ સૌથી મોટા જોખમી પરિબળો છે. CKDના વહેલા નિદાન અને સારવાર માટે અધતન મેડિકલ સ્‍ક્રીનીંગ કરાવતા રહેવું જોએ. CKDના  લક્ષણો ઘટાડવા અને તેનું સંચાલન કરવા માટે સમયસર દવાઓ લેવી જાઇેએ.

ક્રોનિક અવરોધક ફેફસાનો રોગ (COPD) ૧૧ ટકા વળદ્ધોને અસર કરે છે

COPD એ એક રોગ છે જેમાં એમ્‍ફિસીમા અને ક્રોનિક બ્રોન્‍કાઇટિસનો સમાવેશ થાય છે. તે શ્વાસ લેવામાં તકલીફ બનાવે છે અને ખાંસી તથા છાતી જકડાઈ જવાનું કારણ બને છે.

COPD ને અટકાવો માટે ધૂમ્રપાન ત્‍વરિત ધોરણે છોડી દેવું તથા અન્‍ય વ્‍યક્‍તિઓ જે તમારા આસપાસ ધુમ્રપાન કરતી હોય તો તેનાથી દૂર રહેવું. કોઈ પણ પ્રકારના રાસાયણિક ધુમાડાથી દૂર રહેવું જોઇએ તથા ધૂળ અને હવામાં રહેલા particulate matters થી પણ દૂર રહેવું જોઈએ. ફલૂ અને ન્‍યુમોનિયાની  રસી લેવી જોઈએ. શકયહોય તેટલા સક્રિય રહેવું અને સાથે સાથે યોગ કરવા જોઈએ અને નિયમિત ચાલવું જોઈએ.

(2:34 PM IST)