<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

ઋષિકેશથી રામેશ્વર સુધીની ગૌ રાષ્‍ટ્ર યાત્રા રાજકોટમાં

ગ્રામ્‍ય ભારતને આત્‍મ નિર્ભર બનાવવાનો ધ્‍યેયઃ ભારતસિંહ રાજપુરોહિત : ગૌસંસ્‍કૃતિના પુનઃજાગરણ થકી ગ્રામ્‍યોદયથી ભારતોદયના સંકલ્‍પનું જીવંત પ્રતિબિંબ : ડો. વલ્લભભાઇ કથીરિયા : ગામડે ગામડે સંવાદ થકી ગૌ સંસ્‍કૃતિ જાગૃત કરાશે : મિતલ ખેતાણી : પત્રકાર પરિષદમાં જાહેર કરાયેલ વિગતો

રાજકોટ તા. ૨૧ : ગામડે ગામડે ગૌસંસ્‍કૃતિને ઉજાગર કરવાના હેતુથી ઋષિકેશથી રામેશ્વર સુધીની યોજાયેલ ‘ગૌ રાષ્‍ટ્ર યાત્રા' રાજકોટમાં આવી પહોંચતા ઉમળકાભેર સ્‍વાગત કરાયુ હતુ.

આ અંગે યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધતા ગૌ રાષ્‍ટ્ર યાત્રાનું નેતૃત્‍વ સંભાળતા ભારતસિંહ રાજપુરોહિતે જણાવેલ કે આ યાત્રાનો મુખ્‍ય ઉદેશ્‍ય ભારતની ગૌ સંસ્‍કૃતિને પુનઃ ઉજાગર કરવાનો છે. ગૌ માતાનું રક્ષણ અને સંવર્ધન તેમજ પંચગવ્‍ય આધારિત ગ્રામિણ અર્થતંત્રને ફરી જીવંત બનાવવાનો આશય આ યાત્રા પાછળનો છે.

તા. ૧૫ જુનના ઉતરાખંડના ઋષિકેશથી પ્રારંભ થયેલ આ યાત્રા ૬૧ દિવસમાં ૨૦,૦૦૦ કિ.મી.નો ૧૨ રાજયોનો પ્રવાસ ખેડી તામિલનાડુના રામેશ્વરમ ખાતે પૂર્ણ થશે. ગૌ રાષ્‍ટ્ર યાત્રાને ઋષિકેશથી યોગીરાજ આશુતોષજી મહારાજ, યુવરાજ સંત ગોપાલાચાર્ય, સ્‍વામી કેશવ સ્‍વરૂપ બ્રહ્મચારી, મહંત રવિ પ્રપન્નાચાર્ય, મહંત કરૂણાશરણ મહારાજ, મહંત આલોક હરી મહારાજ, મહંત કપિલમુની મહારાજ, મહંત રાજેન્‍દ્રદાસજી મહારાજ સહીત અખિલ ભારતીય સંત સમિતિના પદાધિકારીઓ દ્વારા કેસરી ધ્‍વજ લહેરાવી આશીર્વાદ આપી યાત્રાને પ્રસ્‍થાન કરાવાયુ હતુ.

ઉતરાખંડ, ઉત્તરપ્રદેશ, દિલ્‍હી, હરિયાણા, પંજાબ, રાજસ્‍થાન, રાજયને પસાર કરી આ ગૌ રાષ્‍ટ્ર યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચુકી છે. હાલ રાજકોટમાં મુકામ કરી આજુબાજુના ગામ શહેરોમાં ફરશે.

આ તકે ભારતસિંહ રાજપુરોહીતે જણાવ્‍યુ હતુ કે રાજકોટ ગૌ સેવકોની ધરતી છે. ભગવાન શ્રીકૃષ્‍ણની દ્વારકાની પુણ્‍યભુમિ એવા સૌરાષ્‍ટ્રમાં અમને સારો ગૌપ્રેમ જોવા મળી રહ્યો છે. અહીંની સ્‍થાનિક ગૌશાળાઓમાં અમે બેઠકો થકી સંવાદ કરતા આનંદ થયો છે.

ગૌરાષ્‍ટ્ર યાત્રા એ જાગૃતિ લાવવાનો એક મહત્‍વકાંક્ષી પ્રયાસ છે. જે દરમિયાન વિવિધ સ્‍થાનો પર ગૌ શિબિરો, સેમીનાર, સંવાદ, જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરાશે. આ મહાયાત્રા દ્વારા સમગ્ર દેશમાં ગૌપ્રેમ, ગૌરક્ષા, ગૌ સંવર્ધન અને પંચગવ્‍ય આધારિત ગ્રામિણ અર્થતંત્ર અને ગૌઆધારિત વિકાસ માટે એક નવો યુગ શરૂ થશે. વેદો, ઉપનિસદો, પુરાણો, આધુનિક વૈજ્ઞાનિક સંશોધનોથી પણ આ પુરવાર થઇ રહ્યુ છે કે ગૌમાતા મનુષ્‍ય માટે અમૂલ્‍ય ભેટ છે. ગૌમૂત્ર, ગોબર, દુધ, દહીં અને ઘીથી બનેલું પંચગવ્‍ય અનેક પ્રકારના રોગો માટે અસરકારક .પચાર તરીકે માન્‍ય છે. તેથી ગૌપંથની પરંપરા માત્ર ધાર્મિક નહીં, પણ એક વૈજ્ઞાનિક સંસ્‍કૃતિનું પ્રતિનિધિત્‍વ કરે છે.

ભારત સરકારના પૂર્વ મંત્રી અને રાષ્‍ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્‍યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાએ જણાવેલ કે ગૌમાતા ભારતની કૃષિ, આરોગ્‍ય, પર્યાવરણ અને અર્થવ્‍યવસ્‍થાનો આધારસ્‍તંભ છે. આ ગૌ રાષ્‍ટ્ર યાત્રા ગ્રામોદયથી ભારતોદય સુધીના સંકલ્‍પનું જીવંત પ્રતિબિંબ છે. જયાં ગૌ માતાને કેન્‍દ્રમાં રાખીને કૃષિ, પર્યાવરણ, આરોગ્‍ય, અર્થતંત્રના પુનનિર્માણની દિશામાં ગંભીર પ્રયાસ થઇ રહ્યા છે.

જીસીસીઆઇના જનરલ સેક્રેટરી મિતલ ખેતાણીએ જણાવેલ કે આ યાત્રાના દરકે સ્‍થળે ગૌ પૂજન, સંતોના પ્રવચનો, યુવા સંવાદ જેવા કાર્યક્રમો થકી ગૌ સંસ્‍કૃતિને ઉજાગર કરવાના ખુબ સરસ પ્રયાસો થઇ રહ્યા છે. આ મહારાત્રામાં હજારો ગામડા અને લાખો નાગરિકોને આવરી લેવાશે.

ગૌ રાષ્‍ટ્ર યાત્રા અંગે યોજાયેલ પત્રકાર પરિષદનું સંકલન અરૂણભાઇ નિર્મળે સંભાળ્‍યુ હતુ. રાજકોટ ખાતેના કાર્યક્રમોમાં વિજયભાઇ ડોબરીયા, દિલીપભાઇ સખીયા, રમેશભાઇ ઘેટીયા, ગૌરાંગભાઇ ઠકકર, પારસભાઇ મહેતા, વીરાભાઇ હુંબલ, રમેશભાઇ ઠકકર, ધીરેન્‍દ્રભાઇ કાનાબાર, પ્રતિક સંઘાણી, ચંદ્રેશભાઇ પટેલ, વિનોદભાઇ કાછડીયા, હિરેન હાપલીયા, કાંતિભાઇ ભૂત, નવનીતભાઇ અગ્રવાલ, પ્રકાશભાઇ સોલંકી, કિશોરભાઇ વોરા, ભરતભાઇ ભુવા તેમજ સામાજીક આગેવાનો અને ગૌસેવકોનો સહયોગ મળી રહ્યો છે.

ગૌ રાષ્‍ટ્ર યાત્રા અંગેની વિશેષ માહીતી માટે ભારતસિંહ રાજપુરોહિત (મો.૯૭૭૨૯ ૨૩૯૫૬), રવિભાઇ (મો.૯૭૧૯૭ ૬૩૯૧૧)નો સંપર્ક કરી શકાશે.

તસ્‍વીરમાં પત્રકાર પરિષદમાં વિગતો આપતા ભારતસિંહ રાજપૂરોહીત, ડો. વલ્લભભાઇ કથીરિયા, મિતલભાઇ ખેતાણી, અરૂણભાઇ નિર્મળ, ચંદ્રેશભાઇ પટેલ, પ્રતિકભાઇ સંઘાણી વગેરે નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

 

(2:33 PM IST)