<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

શનિ દેવની કૃપા છે કે કેમ?

કુમાર ગાંધીનું વિશ્‍લેષણ

તા. ૧૪-૭-રપ ના રોજ આ બાબતનો લેખ લખેલ જેના અનુસંધાન વધુ વિગત આ પ્રમાણે છે.

લોખંડ-મશીનરી-કાળી વસ્‍તુ લેબર કોન્‍ટ્રાકટર - રીપેરીંગ-કારીગરો સાથેનું કામ, હાર્ડવેર, ફાર્મ હાઉસ

- જંગલ-ઝાડપાન બગીચાનો શોખ

- રાજકારણમાં  ઇમાનદારી પૂર્વક કામ કરવું

- મળતો લાભ ગુમાવીને પણ બીજાને સાચી સલાહ દેવી.

- ગર્વમેન્‍ટ ઓફીસર-ઉચ્‍ચ હોદો હોવા છતાં લોકોને મદદ કરવાની ઇચ્‍છા ધરાવો છો. -ન્‍યાયધીશ-વકીલ-ડોકટર

તમો કોઇ પણ વ્‍યવસાયમાં છો તમારી આવક ગુમાવીને પણ તમો લોકોને છેતરતા નથી.

- શેર બજારમાં લાભ મળે છે.

- ખેતીવાડીના કામમાં રૂચી રહે છે.

- ભંગારનો મોટો કારોબાર

- કન્‍સ્‍ટ્રકશન લાઇફ-ફાર્મ હાઉસ

- બહુ અપટુડેડ રહેવાની ઇચ્‍છા નથી થતી

- અથવા બહુ અપટૂડેડ રહો છો.

- દરેક વર્ગને મદદ કરવાની ઇચ્‍છા રહે છે.

- લોકોને તમારા પ્રત્‍યે લગાવ રહે છે.

- તમો દુઃખી હો તો પણ બીજા સાથે ઉત્‍સાહથી રહો છો.

- લેખન - રાઇટરનો શોખ છે.

- બીજાના દુઃખમાં સહભાગી બનો છો.

- બીજાની ભૂલો નથી કાઢતા પણ તેની ખુબીઓને ધ્‍યાનમાં લ્‍યો છો

- અહીં જન્‍મના બીજા ગ્રહો શનિની સાથે હોય તે પણ ધ્‍યાનમાં લેવું

- દાન-પુન કરવાની ઇચ્‍છા રહે છે.

- આધ્‍યાત્‍મિક તરફનું વલણ હોય શકે.

- ઇશ્વર કસોટી કરે છે. તેવું લાગે છે.

- ખુબ જ કામ અને મહેનત કરવી ગમે છે.

- મનમાં અશાંતિ-અંજપો થાય છે.

- રોજ હનુમાનજીના દર્શન કરવા.

- પક્ષીને ચણ નાખવું.

- મહેનત કરતી વ્‍યકિતઓને મદદ.

(2:29 PM IST)