<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

જંગલેશ્વરના પુલ પાસે લાખો ટન ધૂળ ભરતી ઢગલાનું નિર્માણઃ આજી નદીના પાણીના વ્‍હેણના અવરોધને દૂર કરવા માંગ

રાજકોટઃ તા. ર૧ એકતા કોલોનીના જંગલેશ્વરના નદી પર  આવેલો પુલ પાસે લાખો ટન ધૂળ ભરતી ઢગલાનું નિર્માણ થયેલ છે તેમજ ગાંડી વેલ પાણીનો વહેણને રોકી રાખે છે. ચોમાસા દરમિયાન પુષ્‍કળ પાણીની આવકને કારણે જંગલેશ્વર એકતા કોલોનીના ગરીબ અને મધ્‍યમ વર્ગ  રહીશના મકાનોમાં પાણી ઘૂસી જવાની પૂરેપૂરી શકયતા રહેલી છે. છતાં પણ  તંત્રના કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે. આ વર્ષે આગમ ચેતી પગલા લેવા માટે તંત્રને લેખિત રજૂઆત છે. ગયા વર્ષે પણ ચોમાસા દરમિયાન એકતા કોલોનીના  લોકોએ ખૂબ પરેશાની ભોગવેલી હતી. આ ધૂળના ઢગલાની અનેક વખત  જાણ કરવામાં આવેલી હતી. આજ દિન સુધી  કોઈ પરિસ્‍થિતિમાં સુધાર આવેલો નથી. આ તંત્ર નિષ્‍ફળ ગયેલ હોય તેવી પરિસ્‍થિતિનું નિર્માણ થયેલ છે.

 આ તકે રજાકભાઈ કુરેશી, ઈબ્રાહીમભાઇ સોરા, તેમજ એકતા કોલોનીના જંગલેશ્વર નદીકાંઠા વિસ્‍તારના લોકો દ્વારાનદીમાં ધૂળના ઢગલાઓ તાત્‍કાલિક હટાવીને  ચોમાસા દરમ્‍યાન લોકોની પરિસ્‍થિતિને ધ્‍યાન પર લઈને કાર્યવાહી કરવા માગણી કરવામાં આવેલ છે. 

(2:20 PM IST)