<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

રામનાથપરાના મોહસીન ઉર્ફ જાડાને એ-ડિવીઝન પોલીસે ગાંજા સાથે દબોચ્‍યોઃ સુરત કનેક્‍શન ખુલ્‍યું

વેંચવા માટે લાવ્‍યાનું રટણઃ અગાઉ પણ પકડાયો હતોઃ હેડકોન્‍સ. સાગરભાઇ માવદીયા, મહેશભાઇ ચાવડા, ધર્મેશભાઇ ખાંડેખાની બાતમીઃ ઇ. પીઆઇ વી.આર. વસાવા, પીએસઆઇ એમ.એસ. રાણાની ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૧: શહેર પોલીસે વધુ એક વખત માદક પદાર્થ સાથે એક શખ્‍સને પકડયો છે. એ-ડિવીઝન પોલીસની ટીમે  રામનાથપરા સ્‍મશાન નજીક આવેલા શોૈચાલય પાસેથી રામનાથપરા શેરી નં. ૨ ગરૂડ ગરબી ચોક પાસે રહેતાં મોહસીન ઉર્ફ જાડો સુલેમાનભાઇ બુધીયા (ઉ.વ.૩૯)ને રૂા. ૧૫૫૬૦ના ૧.૫૫૬ ગ્રામ ગાંજા સાથે પકડી લીધો છે. પોતે સુરતથી આ ગાંજો લાવ્‍યાનું રટણ કરતો હોઇ વિશેષ તપાસ કરવા રિમાન્‍ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

શહેરમાં માદક પદાર્થની હેરાફેરી, વેંચાણ  અટકાવવા અને સે નો ટુ ડ્રગ્‍સ ઝુંબેશ હેઠળ કાર્યવાહી કરવા સુચના મળી હોઇ એ-ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે ડી. સ્‍ટાફ હેડકોન્‍સ. સાગરભાઇ માવદીયા, મહેશભાઇ ચાવડા, કોન્‍સ. ધર્મેશભાઇ ખાંડેખાને બાતમી મળતાં મોહસીન ઉર્ફ જાડાને ગાંજા સાથે પકડી લેવાયો હતો.

પ્રાથમિક પુછતાછમાં મોહસીને એવુ રટણ કર્યુ હતું કે પોતે ગાંજાના નશાનો બંધાણી છે અને આ ગાંજો સુરત તરફથી લાવ્‍યો છે. જો કે સાચી વિગતો ઓકાવવા પોલીસ દ્વારા રિમાન્‍ડની તજવીજ થઇ રહી છે. મોહસીન ઉર્ફ જાડો અગાઉ ૨૦૨૦માં પણ એ-ડિવીઝન પોલીસના હાથે માદક પદાર્થ સાથે ઝડપાઇ ગયો હતો. હાલમાં તે છુટક મજૂરી કરતો હોવાનું કહે છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમા ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની સુચના અંતર્ગત ઇન્‍ચાર્જ પીઆઇ વી. આર. વસાવા, પીએસઆઇ એમ. એસ. રાણા, એએસઆઇ બી. વી. ગોહિલ, એમ. એસ. મકવાણા, હેડકોન્‍સ. કલ્‍પેશભાઇ બોરીચા, સાગરભાઇ માવદીયા, મહેશભાઇ ચાવડા, કનુભાઇ બસીયા, ધારાભાઇ ગઢવી, કોન્‍સ. ધર્મેશભાઇ ખાંડેખા, તેજસભાઇ ડેર અને એસઓજીના મોૈલિકભાઇ સાવલીયાએ આ કામગીરી કરી હતી.

(2:07 PM IST)