તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
કન્ટેનરમાં મેંદાના લોટના બાચકા સાથે વ્હીસ્કીના ૫૭૬ ‘ચપલા' પણ ભર્યા'તા
ક્રાઇમ બ્રાંચે રાજસ્થાનથી રાજકોટ આવેલા ત્રણને બેડી-માલિયાસણ ચોકડી વચ્ચે પકડયાઃ અર્જુનભાઇ ડવવ, ગોપાલભાઇ પાટીલ અને પ્રશાંતભાઇ ચુડાસમાની બાતમી

રાજકોટ તા. ૨૧: શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે બેડી ચોકડીથી માલિયાસણ ચોકડી વચ્ચે બાતમી પરથી વોચ રાખી રૂા. ૧,૬૧,૨૮૦ના દારૂના ૧૮૦ એમએલના ૫૭૬ ચપલાના જથ્થા સાથે ત્રણ શખ્સોને પકડી લઇ દારૂ, જીજે૧૮એએક્સ-૭૯૮૭ નબરનું કાર્ગો કન્ટેનર, મોબાઇલ ફોન, મેંદાના લોટના ૫૦ કિલોના ૪૦૫ નંગ બાચકા મળી કુલ રૂા. ૨૩,૦૧,૨૩૫નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે વસીમઅકરમ અસીનખાન (ઉ.વ.૨૬-રહે. રામગઢ જી. અલવર રાજસ્થાન), અનુભવ અરવિંદ વર્મા (ઉ.વ.૨૩-રહે. સુર્યનગર અલવર રાજસ્થાન) અને કમલેશ મોહનલાલ સેન-નાઇ (ઉ.વ.૩૪-રહે. ગાવપુડા તા. નાથદ્વારા જી. રાજસમદ રાજસ્થાન)ને પકડી લીધા હતાં. ડીસીબીના અર્જુનભાઇ ડવ, ગોપાલભાઇ પાટીલ અને પ્રશાંતભાઇ ચુડાસમાની બાતમી પરથી આ કામગીરી થઇ હતી. પોલીસે મેંદાના લોટના બાચકાઓ પાછળ છુપાવેલા ઓફિસર ચોઇસ ક્લાસીક બ્રાન્ડના ૫૭૬ ચપલા શોધી કાઢયા હતાં.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાીન સુચના અંતર્ગત પીઆઇ એમ.અ ાર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ તથા પીએસઆઇ એ. એન. પરમાર, હેડકોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા, હસમુખભાઇ સબાડ, અર્જુનભાઇ ડવ, મોહીલરાજસિંહ ગોહિલ, જયદેવસિંહ પરમાર, કોન્સ. ગોપાલભાઇ પાટીલ, પ્રશાંતભાઇ ચુડાસમા, મયુરધ્વજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. વ્હીસ્કીના ચપલા ડ્રાઇવર કેબીન પાછળ છુપાવી રખાયા હતાં. રાજકોટ પહોંચ્યા પછી વ્હો્ટસએપ કોલ આવે તેને આ જથ્થો આપવાનો હતો. જો કે એ પહેલા ક્રાઇમ બ્રાંચે ત્રણેયને પકડી લીધા હતાં.
(2:07 PM IST)










