તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
ગંજીવાડામાં રામજી મંદિર પાસે ઘરમાંથી થોરાળા પોલીસે ૩ લાખનો દારૂ પકડયો
મકાન માલિક યુવરાજ કાઠીની શોધખોળઃ બે પુરૂષ, એક મહિલાને તડીપાર ભંગ બદલ પડકી લેવાયાઃ પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી અને ટીમની કાર્યવાહીઃ દેવશીભાઇ, મહેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, ઇમરાનભાઇની બાતમી

રાજકોટ તા. ૨૧: વિદેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસ તવાઇ બોલાવી રહી છે. દરમિયાન થોરાળા પોલીસે ગંજીવાડામાં રામજી મંદિર પાસે આવેલા મકાનમાં દરોડો પાડી રૂપિયા ૩,૦૧,૨૦૦નો ૨૨૮ બોટલ દારૂ કબ્જે કર્યો છે. જો કે આ ઘરમાં રહેતો શખ્સ હાજર ન હોઇ તેની શોધોળખ થઇ રહી છે.દારૂ જૂગારના કેસ શોધી કાઢવા થોરાળા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએઅસાઇ મહેશભાઇ સોલંકી, હેડકોન્સ. ધર્મેન્દ્રભાઇ ગઢવી અને ઇમરાનભાઇ ચુડાસમાને બાતમી મળી હતી કે ગંજીવાડા શેરી નં. ૩૩માં રામજી મંદીર પાસેના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો ઉતર્યો છે. આ બાતમી પરથી દરોડો પાડવામાં આવતાં ઘરમાંથી અલગ અલગ બ્રાન્ડનો ૩ લાખનો ૨૨૮ બોટલ દારૂ મળતાં કબ્જે કર્યો હતો. ઘરધણી અને આ દારૂ ઉતારનાર શખ્સ યુવરાજ નાનકાભાઇ કાઠી હાજર ન હોઇ તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત થોરાળા પોલીસ રાજકોટ શહેર, ગ્રામ્ય વિસ્તારમાંથી તડીપાર કરેલા બે શખસ અને એક મહિલાને પકડી લીધા હતાં. જેમાં ગંજીવાડાના મહોમદખાન મહોબતખાન બ્લોચ, આજી વસાહત ખોડિયારનગર-૮ના કિશન ઉર્ફ દસ્તો બુધાભાઇ નંદાસીયા અને મયુરનગર મફતીયાપરાની વનીતાબેન રમેશ સીતાપરાને તડીપાર હોવા છતાં તેના ઘર આસપાસ મળી આવતાં પકડી લઇ કાર્યવાહી કરવામાં આવી હતી. પીઆઇ એન.જી.વાઘેલા, પોલીસ સબ ઇન્સ. એમ. એસ. મહેશ્વરી, એએસઆઇ દેવશીભાઇ ખાંભલા, રાજેશભાઇ મેર, મહેશભાઈ સોલંકી, હેડકોન્સ. કિશોરભાઇ પરમાર, જયદિપસિંહ જાડેજા, હસમુખભાઇ નિનામા, ધર્મેન્દ્રભાઈ ગઢવી, ઇમરાનભાઈ ચુડાસમા, કોન્સ. નિલેશભાઇ ચૌહાણ, રાકેશભાઇ બાલાસરા તથા નિલેશભાઇ જાગાણીએ આ કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવની સુચના મુજબ કરી હતી.
(2:04 PM IST)










