તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
૧૯ કરોડની ઉચાપતના કેસમાં સહકારી મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગાની ચાર્જશીટ બાદની જામીન અરજી અદાલતે ફગાવી દીધી
આરોપીએ મંજુરી વગર ધિરાણ કરી ખોટી વ્યકિતઓની સહિથી ઉચાપત કરેલ છે :કોર્ટ

રાજકોટઃ તા.ર૧, મની પ્લસ શરાફી સહકારી મંડળીની વર્ષ-૨૦૧૨ માં સ્થાપના કરવા માટે અલ્પેશ ગોપાલભાઈ દોંગા અને તેના સાગરીત નિલેષ ચંદુભાઈ લીંબાસીયાએ ૯-લોકોની જાણ બહાર તેમને કારોબારી સભ્યો દર્શાવી કરોડો રૂપિયાની થાપણ મેળવી ઉચાપત કરી જતા ઙ્કમુખ અને મેનેજરની પોલીસ તપાસ બાદની જામીન અરજી ખાસ અદાલત રદ કરી હતી.
આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, અલ્પેશ દોંગા અને નિલેષ લીંબાસીયાએ મની પ્લસ શરાફી સહકારી મંડળી રજીસ્ટર કરાવી પોતાના સબંધીઓ અને મિત્રો પાસેથી શરૂઆતમાં રૂપિયા ૧૧- કરોડ માસિક ૧% ના વ્યાજ દરે થાપણો મેળવેલ અને ત્યારબાદ સમય જતા કુલ ૭૨-થાપણદારો પાસેથી ૧૯-કરોડ રૂપિયાની થાપણ મેળવેલ હતી. સમય જતા વ્યાજવાળી થાપણ મુજબની રકમ થાપણદારોને પરત આપવા માટે આવકનુ કોઈ જ માધ્યમ ન હોવાથી થાપણદારોને વ્યાજ આપવાનુ બંધ કરવા માંડેલ. આ રકમો સહકારી મંડળીના નામે ખેડુતોને ઉચા વ્યાજના દરે ધીરેલ અને બદલામાં તેમની જમીનોના દસ્તાવેજ કરાવી લેવામાં આવેલા હતા. કાયદાની જોગવાઈ મુજબ આ વ્યવહારો જી.પી.આઈ.ડી. કાયદા હેઠળ તથા મની લેન્ડર્સ એકટ હેઠળના ગુન્હાઓ બનતા હોવાથી અલ્પેશ દોંગા, નિલેશ લીંબાસીયા અને મનસુખ કરમણભાઈ ગરસોડીયા વિરૂધ્ધ ગુન્હો નોંધવામાં આવેલ હતો. મનસુખ ગરસોડર્ડીયા નાશતા ફરતા હોવાથી તેમની ધરપકડ થઈ શકેલ નથી પરંતુ અલ્પેશ દોંગા બીજા જ દિવસે પકડાઈ જતા તેમના વિરૂધ્ધ પોલીસ તપાસના અંતે ચાર્જશીટ રજુ કરવામાં આવેલ હતું.
ચાર્જશીટ બાદની જામીન અરજીમાં શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વિકિલ શ્રી એસ. કે. વોરા એ રજુઆત કરતા જણાવેલ હતુ કે, હાલનો કેસ દસ્તાવેજી પુરાવા ઉપર આધારીત કહી શકાય નહી કારણ કે વિશ્વાસઘાત, છેતરપીંડી અને નાણાકીય ઉચાપતનો કેસ દસ્તાવેજ ન બનાવવામાં આવેલ હોય તો પણ સાબિત થતો હોય છે આ કેસમાં પ્રમુખ અલ્પેશ દોંગા એ કાયદા મુજબની કોઈ મંજુરી મેળવ્યા વિના નાણાનુ ધીરાણ કરેલ છે તથા ૯-વ્યક્તિઓની ખોટી સહીઓ કરી સહકારી મંડળી રજીસ્ટર કરાવેલ છે. આ ઉપરાંત ૧૯-કરોડ જેવી માતબર રકમ થાપણદારોને પરત ચુકવવા ઈરાદાપુર્વક ગફલત કરી પોતાને ગેરકાનુની રીતે સમળધ્ધ બનાવેલ છે. આ મુજબના શબ્દ પ્રયોગવાળી કાયદાકીય જોગવાઈ હોય આરોપી અલ્પેશ દોંગા એ જાણી-બુજી, સમજી-વિચારી ગુન્હો આચરેલ છે. પોલીસ તપાસના અંતે અલ્પેશ દોંગા કે નિલેશ લીંબાસીયા પાસેથી કોઈપણ રકમ રીકવર થયેલ નથી તેથી આરોપી અલ્પેશ દોંગા ને જામીન ઉપર મુકત કર્યેથી થાપણદારોની કોઈ રકમ વસુલ થવા પાત્ર રહેશે નહી. ફોર્જરી જેવા ગંભીર ગુન્હામાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ હોય આ આરોપીને જામીન મુકત કર્યેથી નાશી-ભાગી જાય તેવી ચોકકસ પ્રકારે શકયતા જણાઈ આવે છે. આ તમામ રજુઆતોના અંતે જી.પી.આઈ.ડી. કાયદા હેઠળની ખાસ અદાલતના જજ શ્રી જે. આર. શાહ આરોપી અલ્પેશ ગોપાલભાઈ દોંગા ની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરેલ છે.
આ કેસમાં શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકિલશ્રી સંજયભાઈ કે. વોરા રોકાયેલા હતા.
(2:01 PM IST)










