તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
રાજકોટના પ્રખ્યાત લોકોમેળો રાઇડ્સ સાથે યોજાશે : રાજ્ય સરકારે SOP માં આપી રાહત :સંચાલકોમાં ખુશીનો માહોલ
RCC ફાઊન્ડેશન ફરજિયાત નહી, સોઈલ ટેસ્ટ માન્ય રહેશે. રાઈડ્સના GST બિલના બદલામાં મિકેનિકલ એન્જિનિયરનું સર્ટિ માન્ય રહેશે.

રાજકોટના પ્રખ્યાત લોકમેળાને લઈ મોટા સમાચાર છે. રાજ્ય સરકારે SOPમાં રાહત આપતા રાઇડ્સ સાથે મેળો યોજાશે. મેળામાં રાઈડ્સ માટે RCC ફાઊન્ડેશન માટે રાહત અપાઈ છે. RCC ફાઊન્ડેશન ફરજિયાત નહી, સોઈલ ટેસ્ટ માન્ય રહેશે. રાઈડ્સના GST બિલના બદલામાં મિકેનિકલ એન્જિનિયરનું સર્ટિ માન્ય રહેશે. રાઈડ્સ સંચાલકોના તમામ પ્રશ્નોનું નિરાકરણ આવતા રાઈડ્સ સંચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં લોકમેળાને લઇ અનેક સવાલો હતા પણ રાજ્ય સરકારના પરિપત્ર બાદ મેળા એસોસિએશનની મહત્વપૂર્ણ બેઠક મળી હતી.જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ તંત્ર સાથે મહત્વની બેઠક મળી હતી. રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કરી રાઇડસ સંચાલકોનો ફાઉન્ડેશનનો પ્રશ્ન ઉકેલ્યો છે. અન્ય પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટર તેમજ પોલીસ તંત્ર પર નિર્ણય છોડ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચ DCP ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, લોકમેળાને લઇ રાઈડ્સ માટેના GST બિલ તેમજ રાઈડ ચલાવનારનું લાયસન્સ કે સર્ટિફિકેટ મામલે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. રાઈડ્સ સંચાલકો દ્વારા કલેક્ટર તેમજ પોલીસ તંત્ર સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કરાયા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે પ્રકારે મેળા માટે આયોજન થયું હતું, આ લોકમેળા માટે હરરાજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જેતે રાઇડ સંચાલકો હરરાજીમાં લાયક ઠરે તેઓને માટે લાઇસન્સ મેળવવાના રહેશે. આ માટે રાઇડ અંગે ચકાસણી અને અન્ય વ્યવસ્થાઓ પૂર્ણ થઇ અને ચાર્ટર્ડ એન્જિનિયર દ્વારા ચકાસણી કર્યા બાદ લાયસન્સ આપવામાં આવશે. સમય મર્યાદામાં જેતે મેળા સંચાલકો અને રાઈડ સંચાલકો પણ સમયસર કાગળ જમા કરાવી આપે એટલે અમારા દ્વારા લાઇસન્સ આપશું. અમારા દ્વારા પ્રયત્ન કરવામાં આવશે કે 15 દિવસમાં લાયસન્સ તેઓ મેળવી આપે. રાઈડ સંચાલકની રાઈડ સુરક્ષિત હોવી જોઈએ તે મુજબના ટેસ્ટિંગ સાથેના એન્જીનીયરના રિપોર્ટ અને સંચાલકોના સોગંધનામા બાદ લાયસન્સ આપવામાં આવશે.
(9:29 PM IST)










