તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
આખરે તંત્ર ઝુક્યું : આર્ટ ગેલેરીના તોતીંગ ભાડુ ઘટશે
આગામી સ્ટેન્ડિંગમાં રિવાઇઝડ ભાડાની દરખાસ્ત મુકાશે : બોર્ડમાં ભાડા દર, ત્રણ ટાઉન પ્લાનીંગ અધિકારીઓની નિમણુંક, નામકરણ તથા અરજન્ટ બીઝનેશ સહિતની ૧૦ દરખાસ્તો સર્વાનુમતે મંજુર

રાજકોટ તા. ૧૯ :.. મહાનગર પાલિકાના આજે મળેલ જનરલ બોર્ડમાં ઝોનવાઇઝ ૩ ટાઉન પ્લાનીંગ અધિકારીઓની નિમણુંક, આર્ટ ગેલેરીના ભાડા દર, સહિતની ૯ દરખાસ્તો તથા રાજકોટ રાજપથ લિ. ને નવો ઇલેકટ્રીક બસ ડેપો બનાવવાની અરજન્ટ બીઝનેશ વગેરે ૧૦ દરખાસ્તો સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. આગામી સ્ટેન્ડીંગમાં આર્ટ ગેલેરીના રિવાઇઝડ દરની દરખાસ્ત કયા બાદ ગેલેરીના ભાડામાં ઘટાડો થશે.
શહેરના રેસકોર્સ સંકુલમાં થોડા સમય પહેલા ખુલ્લી મુકવામાં આવેલ નવનિર્મત આર્ટ ગેલેરીના તોતીંગ ભાડા દરમાં ઘટાડો કરવા મનપા દ્વારા વિચારણા કરવામાં આવી હોવાનું સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું.
થોડા સમય પહેલા યોજાયેલી સ્ટેન્ડીંગ કમીટી બેઠકમાં આર્ટ ગેલેરીમાં ટીકીટ વગર તથા ટીમ સાથે રૂા. પ હજારની રૂા. ૩પ હજાર તોતીંગ ભાડુ મંજૂર કરવામાં આવ્યું હતું. પહેલા આ ચાર્જીસ સામે લોકોનો રોષ જોવા મળતાં. હવે આર્ટ ગેલેરીના ભાડાની રિવાઇઝડ દરખાસ્ત આગામી સ્ટેન્ડિંગમાં આવ્યા બાદ નિર્ણય કરવામાં આવશે.
આજની સામાન્ય સભામાં આર્ટ ગેલેરી ના ભાડાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર થવા પામી હતી. નવા ચાર્જ નકકી ન થાય ત્યાં સુધી હાલના દર વસુલવામાં આવશે. તેમ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું.
આ ઉપરાંત સભામાં રાજકોટની પ્રારંભિક નગર રચના યોજના નં.૧૪(રાજકોટ)ના રેવન્યુ સર્વે નં.૭૧/પૈકી, મુળ ખંડ નં.૩/૨ના અંતિમ ખંડ નં.૩/૨/૩/૧ ની જમીન ૧૧૪૦૯ ચો.મી. સ્મશાનના હેતુ માટે નીમ કરવા , રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તકના કતલખાના વિભાગની કામગીરી આરોગ્ય શાખામાં તબદિલ કરવા, રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખભાઈ ધનજીભાઈ સાગઠિયા, વર્ગ-૧(હાલ સસ્પેન્ડ) સામે ધી પ્રિવેન્શન ઓફ મની-લોન્ડરિંગ એક્ટ, ૨૦૦૨ની જોગવાઈઓ હેઠળ પ્રોસીકયુશન કરવા, રાજકોટ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ વિભાગનું સ્ટાફ સેટઅપ રિવાઈઝ્ડ કરવા તેમજ ભરતીના નિયમોમાં ફેરફાર કરવા, શહેરના મધ્ય ઝોન ખાતે જુદા જુદા વોર્ડમાં આવેલ કુલ ૦૩ પબ્લીક ટોઇલેટ દૂર કરવા, રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાની ટાઉન પ્લાનર, વર્ગ-૧ની બિનઅનામત કેટેગરીની ૦૩(ત્રણ) જગ્યા પર પસંદગી પામેલ ઉમેદવારોની આખરી પસંદગી કરવા, રેસકોર્ષ સંકુલમાં આવેલ શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી માટેના ડિપોઝીટ, ભાડાના દર, નિયમો નિયત કરવા , શહેરના વોર્ડ નં.૦૪માં જુના મોરબી રોડ સિટી સ્ટેશનથી જુના મોરબી રોડ જકાતનાકા સુધીના ૮૦ ફુટ રોડનું વાઘજીભાઇ તળશીભાઇ લુણાગરીયા માર્ગ નામકરણ કરવા, શહેરના વોર્ડ નં.૧૭માં કોઠારિયા રોડ પર નંદા હોલ ચોક પાસે આવેલ ચોકને શ્યામ સતાધાર ચોક નામકરણ કરવા તથા અરજન્ટ બીઝનેશ રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આખરી નગર રચના યોજના નં.૯ રાજકોટના સોશીયલ ઇન્ફ્રા. હેતુ ના અનામત પ્લોટ નં.એસ.આઈ.-૫/પૈકી ની જમીન ઙ્કરાજકોટ રાજપથ લિ. ને “PMeBus SEVA” નવો ઇલેક્ટ્રિક બસ ડેપો બનાવવા માટે જમીન ફાળવવા સહિતની ૧૦ દરખાસ્તો સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી.
(3:28 PM IST)










