<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

આમ આદમી પાર્ટીના સંગઠનમંત્રી વિજયસિંહ જાડેજાને આવેલ હાર્ટ એટેક જીવલેણ બન્‍યો

કાલાવડ રોડ પર નંદનવનમાં રહેતાં ૩૬ વર્ષિય આશાસ્‍પદ વિજયસિંહ જાડેજાના મોતથી ક્ષત્રીય સમાજમાં શોકની લાગણી

રાજકોટ, તા., ૧૯: આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી વિજયસિંહ જાડેજાને ગઇકાલે આવેલ હાર્ટ એટેક જીવલેણ બન્‍યો હતો.

 મળતી વિગતો મુજબ કાલાવડ રોડ પર નંદનવન સોસાયટીમાં રહેતાં આપના સંગઠન મંત્રી વિજયસિંહ તખતસિંહ જાડેજા (ઉ.વ.૩૬) તથા અન્‍ય કાર્યકરો ગઇકાલે મહાનગર પાલિકા કચેરી ખાતે છાત્રાના અકસ્‍માતની ઘટના બાબતે રજૂઆત કરવા ગયા ત્‍યારે રજૂઆત વખતે વિજયસિંહ જાડેજાને છાતીમાં દુઃખાવો ચાલુ થઇ જતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલ બાદ ખાનગી હોસ્‍પિટલમાં લઇ જવાયા હતાં.  જયાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. મૃતક વિજયસિંહ જાડેજા ચંદ્રસિંહજી ભાડવા સ્‍ટડી સર્કલના સભ્‍ય હતા અને તાજેતરમાં ચંદ્રસિંહજી ભાડવા સર્કલ દ્વારા યોજાયેલ જોબફેરમાં મહત્‍વની ભુમીકા ભજવી હતી. તેઓ સીસીટીવી કેમેરાના વેપાર સાથે સંકળાયેલ હતા. આશાસ્‍પદ અને યુવા આગેવાનના મોતથી ક્ષત્રીય સમાજમાં શોકની લાગણી ફેલાઇ છે.

 

(2:50 PM IST)