તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
ભગવતીપરામાં એલસીબી ઝોન-૧ ટીમે જૂગાર રમતાં ૮ને પકડયા
એએસઆઇ મનરૂપગીરી ગોસ્વામી, હેડકોન્સ. જગદીશસિંહ, કોન્સ. રવિરાજભાઇની બાતમી

રાજકોટ તા. ૧૯: ભગવતીપરા આશાબા પીર દરગાહ રોડ પર આવેલા દેવીપૂજક વાસ પાસે નદી કાંઠે જાહેરમા઼ જૂગાર રમતાં સાત શખ્સોને એલસીબી ઝોન-૧ ટીમે પકડી લઇ રૂા. ૨૮૧૬૦ની રોકડ કબ્જે લીધી હતી.
ટીમે પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ મનરૂપગીરી ગોસ્વામી, હેડકોન્સ. જગદીશસિંહ પરમાર, કોન્સ. રવિરાજભાઇ પટગીરને મળેલી બાતમી પરથી દરોડો પાડી ભગવતીપરાના વલ્લભ બહાદુરભાઇ ઉધરેજીયા, રેલનગર આસ્થા ચોકના વિક્રમ પરબતભાઇ સોલંકી, ભગવતીપરાના વિશાલ જયેશભાઇ ઉધરેજીયા, હરેશ સુરેશભાઇ ઉધરેજીયા, કિરણ કનુભાઇ ઉધરેજીયા, સંજય વજાભાઇ ઉધરેજીયા અને જયેશ ભનુભાઇ ઉધરેજીયાને પકડી લઇ ગંજીપાના તથા રોકડ કબ્જે લેવાઇ હતી. ડીસીપી સજ્જનસિંહ પરમારની સુચના અંતર્ગત પીએસઆઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ મનરૂપગીરી, હરેશભાઇ, હેડકોન્સ. હિતેષભાઇ, જગદીશસિંહ, હિતેન્દ્રસિંહ, કોન્સ. રવિરાજભાઇએ આ કામગીરી કરી હતી. (૧૪.૧૦)
(2:34 PM IST)










