તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
પરિણિતા અને સગીર પુત્રને માસિક ૫૦ હજાર ભરણપોષણ ચૂકવવા કોર્ટનો હૂકમ બેંક કર્મચારી પતિ વિરૂધ્ધ ફેમેલી કોર્ટનો મહત્વનો ચૂકાદો

રાજકોટ, તા.૧૯: ફેમિલી કોર્ટ રાજકોટનો મહત્વપૂર્ણ ચુકાદો આપી પતિને પત્ની અને પુત્રને રૂ.૫૦,૦૦૦ માસિક ખોરાકીચૂકવવા આદેશ કર્યો હતો.
રાજકોટ શહેરની ભવ્યતાબેન મનીષભાઈ જાગાણીએ પોતાનાં પતિ મનીષભાઈ કાનજીભાઈ જાગાણી (રહે. અમદાવાદ) વિરુદ્ધ પોતાના તથા પુત્ર અરમાન માટે ખોરાકી ની માંગ સાથે રાજકોટની ફેમિલી કોર્ટમાં તા.૧૪-૦૮-૨૦૨૩ના રોજ અરજી કરેલ હતી.
આ મામલે કોર્ટમાં બંને પક્ષકારોના પુરાવાઓ તથા તેમના વકીલશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા દલીલોનાં આધારે ન્યાયમૂર્તિ શ્રી હીનાબેન દેસાઈએ મનીષભાઈ કાનજીભાઈ જાગાણીને આદેશ આપ્યો છે કે તેઓ પોતાની પત્ની ભવ્યતાબેન તથા પુત્ર અરમાનને દર મહીને ૫૦,૦૦૦ ની રકમ ખોરાકી પેટે ચુકવે.
આ કેસમાં અરજદાર તરફથી જાણીતા વકીલ અને રાજકોટના સિનિયર ધારાસભ્ય એડવોકેટ શ્રી કીર્તિભાઈ કોટીચાએ સુપ્રીમ કોર્ટ તથા વિવિધ હાઇકોર્ટના મહત્વપૂર્ણ ચુકાદાઓનો આધાર રજૂ કરતા કોર્ટે આ ન્યાયસંગત હુકમ આપ્યો છે.
આ ચુકાદો સમાજમાં ખોરાકી માટે હક મેળવવા સંઘર્ષ કરતા મહિલાઓ માટે એક પ્રેરણાષાોતરૂપ સાબિત થશે અરજદાર વતી વકીલ એડવોકેટ શ્રી કીર્તિભાઈ કોટીચા રોકાયેલા હતા. (રર.૧૪)
(2:33 PM IST)










