<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

જિલ્લા પંચાયતના કામોમાં કોન્‍ટ્રાકટોને ખાસ સંજોગો સિવાઇ મુદત વધારો નહિં

મુદતમાં નિયંત્રણ માટે સોમવારની સામાન્‍ય સભામાં ઠરાવ

રાજકોટ તા. ૧૯: જિલ્લા પંચાયતના કામો રાખતા કોન્‍ટ્રાકટરો પૈકી અમૂક કોન્‍ટ્રાકટરો કહેવાતા કારણોસર વારંવાર મુદત માંગી કામમાં વિલંબ કરી રહ્યાની ફરિયાદોના પગલે તેમના પર નિયંત્રણ લાવવા તા. ર૧ સોમવારની સામાન્‍ય સભામાં અધ્‍યક્ષ સ્‍થાનેથી ઠરાવ રજુ થનાર હોવાનું જાણવા મળે છે હવે એકદમ વ્‍યાજબી કારણ સિવાઇ કોન્‍ટ્રાકટરોનો મુદત વધારો મંજુર થશે નહિં.

કોન્‍ટ્રાકટ કામમાં મોડું કરે તેની સીધી અસર વિકાસ પર આવે છે. કામ મોડું થવાથી લોકોની મુશ્‍કેલીનો સમયગાળો વધી જાય છે અમૂક વખતે પંચાયત માથે આર્થિક ભારણ વધે છે. ચોકકસ હેતુથી મુદત વધારો માંગવાની પધ્‍ધતિને હવે બ્રેક લાગી જશે સામાન્‍ય સભાના ઠરાવથી સબંધિત અધિકારીઓની જવાબદારી નકકી થશે

(2:28 PM IST)