<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

ગોવિંદભાઈ સોલંકીના નિધનથી જાહેર જીવનને ખોટઃ ઉદય કાનગડ

રાજકોટ, તા.૧૮: રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ સીનીયર કોર્પોરેટર અને પૂર્વ મેયર ગોવિંદભાઈ સોલંકીનુ નિધન થયેલ છે. તેઓને શ્રધ્‍ધાંજલી અર્પણ કરતા ધારાસભ્‍ય ઉદય કાનગડએ જણાવ્‍યું હતું કે, સ્‍વ.ગોવિંદભાઈ પટેલ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સતત ત્રણવાર વિજેતા બન્‍યા હતા. ત્‍યારબાદ સ્‍વ. ગોવિંદભાઈ સોલંકી ૧૯૯૮-૯૯માં રાજકોટ મહાનગરપાલિકામાં મેયર તરીકે ચૂંટાયેલા હતા.તેઓ છેલ્લા પાંચ દાયકાથી બિલ્‍ડીંગ કન્‍સ્‍ટ્રકશન વ્‍યવસાય સાથે જોડાયેલા હતા અને આ વ્‍યવસાયમાં ઘણાં નાનાં ધંધાર્થીઓને ખૂબજ સહાયભૂત થતાં હતા.

ગોવિંદભાઈ સોલંકીના નિધનથી રાજકોટ શહેરના જાહેર જીવનને મોટી ખોટ પડી છે. તેમનું જાહેર જીવન સેવા,સહકાર અને સિધ્‍ધાંતનિષ્ઠા માટે હંમેશા યાદ રહેશે. પરમકળપાળુ પરમાત્‍મા સ્‍વ.શ્રી ગોવિંદભાઈ સોલંકીના આત્‍માને ચિર શાંતિ અર્પણ કરી પોતાના ચરણોમાં સ્‍થાન આપે તેમ અંતમાં સ્‍વ. ગોવિંદભાઈ સોલંકીને શ્રધ્‍ધાંજલી અર્પણ કરતા ધારાસભ્‍ય ઉદય કાનગડએ જણાવેલ છે.

(3:38 PM IST)