તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th July 2025
ન્યુ રાજકોટની પાણીની લાઇન તૂટી : ૩ દિ'થી વિતરણ બંધ : ભારે દેકારો
નવા ૧પ૦ ફૂટ રીંગ રોડની ૬૦૦ એમએમની ડીઆઇ પાઇપલાઇનમાં ભંગાણ : અનેક વિસ્તારો પાણી વિહોણા : તંત્ર ઉંધા માથે : એક વખત લાઇનનો જોઇન્ટ રીપેર કરાયા બાદ ફરી લીકેજ : સાંજે પાણી વિતરણની સંભાવના

રાજકોટ, તા. ૧૮ : શહેરનો વિકાસ કરવા તંત્ર દ્વારા ભરપુર પ્રયાસો કરવામાં આવે છે, ત્યારે નવા ભળેલા વિસ્તારોમાં પાણીની સુવિધા આપવામાં મનપા વામણું પુરવાર થઇ રહ્યો છે.
જામનગર રોડના નવા ભળેલા વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી લાઇન તુટતા પાણી ન મળતા દેકારો મચી જવા પામ્યો છે. આ વિસ્તારની બીજા રીંગ રોડ પાસે એસઆરપી કેમ્પ તરફથી ૬૦૦ એમએની ડીઆઇ પાઇપલાઇનમાં બુધવારે ભંગાણ પડયું હતું.
ડીઆઇ પાઇપલાઇનનો જોઇન્ટ તૂટી જતા બુધવારે તાબડતોબ રીપેરીંગ કરી વિતરણ શરૂ કરાયું હતું. પણ ફરી એ જ જગ્યાએ લીકેજની સમસ્યા ઉભી થતા વિતરણ બંધ કરવામાં આવ્યું હતું.
અહીંની વર્ધમાનનગર, રેસકોર્ષ બંગલો, મારૂતીનંદન, અંજલી પાર્ક સહિતના વિસ્તારોમાં આજે ત્રીજા દિવસે પણ પાણી ન મળતા ભારે ઉહાપોહ મચી જવા પામ્યો હતો.
સુત્રો મુજબ સંભવતઃ આજે બપોર સુધીમાં રીપેરીંગ કામ પુરૂ થવાની શકયતા છે. જો આમ બપોરે સમારકામ પૂર્ણ થયે સાંજથી આ વિસ્તારોમાં વિતરણ શરૂ કરવા તંત્ર કમરકસી રહ્યું છે. (૯.ર૪)
(3:01 PM IST)










