<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

રાજકોટના આંગણે રવિવારે અશ્‍વિનકુમાર પાઠક દ્વારા સુંદરકાંડના પાઠઃ જાહેર આમંત્રણ

‘સો સબ તબ પ્રતાપ રઘુરાઈ નાથ ન કછુ મોરી પ્રભુતાઈ'

રાજકોટઃ શ્રી રામ સુંદરકાંડ પીરવાર (અમદાવાદ) શ્રી અશ્‍વિનકુમાર પાઠક દ્વારા ચાલતા નિઃશુલ્‍ક, નિરંતર, અવિરત, વિશ્‍વવ્‍યાપી સુંદરકાંડ અભિયાનના ભાગરૂપે તેમનો આગામીી પાઠ નં.૯૩૪૧, પ્રમુખસ્‍વામી ઓડટોરીયમ, આલાપ ગ્રીન સીટી સામે, રૈયા રોડ, ખાતે તા.૨૦ને રવિવાર રાત્રીના ૮:૩૦ કલાકથી યોજાએલ છે. પાઠમાં આવનાર ભક્‍તજનોને બેસવા માટે વહેલા તે પહેલાના ધોરણે નિઃશુલ્‍ક વ્‍યવસ્‍થા રાખેલ હોવાનું જણાવાયું છે.

શ્રી અશ્‍વિનકુમાર પાઠકની સ્‍થાપિત શ્રી રામ સુંદરકાંડ પરિવાર-અમદાવાદની સ્‍થાપના તા.૦૧/૦૬/૨૦૦૦ના કરવામાં આવી હતી. તા.૦૧/૦૬/૨૦૦૦થી સતત નિરંતર, અવિરત, નિઃશુલ્‍ક ચાલતા આ મહાઅભિયાનને આજે ૨૩ વર્ષ પુર્ણ થયા. શ્ર અશ્‍વિનકુમાર પાઠક દ્વારા ચાલતા સુંદરકાંડ મહાઅભિયાનનો ઉદ્‌ેશ લોકો આપણા હિન્‍દે ધર્મ તથા સંસ્‍કૃતિથી પરિચિત થાય તેના ભાગરૂપે છેલ્લા ૨૫ વર્ષથી એક પણ દિવસ પાડયા સિવાય, નિઃશુલ્‍ક આ મહાઅભયાન ચલાવી રહ્યા છે. આ મહાઅભયાનનો હેતુ સમાજના નાનામાં નાના માણસ સુધી આ સુંદરકાંડની સમજ પહોંચે તે માત્ર છે. છેલ્લા ૯૧૮૧ દિવસથી નિરંતર ચાલતા આ મહાઅભિયાનનો ૯૩૪૧મો પાઠ આ રાજકોટની આ પાવન ધરા પર આગામી તા.૨૦ના રોજ સ્‍વકંઠે યોજાશે.

તેઓ છેલ્લા ૨૧ વર્ષથી વિશ્‍વના વિવિધ દેશો જેવા કે યુ.કે, યુ.એસ.એ., કેનેડા, ઓસ્‍ટ્રેલિયા, કેન્‍યા, ઝાંબીયા વગેરે દેશોમાં પણ પ્રવાસ કરી અને સુંદરકાંડના પાઠનું અમૃત રસપાન કરાવેલ છે. ભાવિકોએ સુંદરકાંડના પાઠનો લાભ લેવા કિર્તન પિયુષભાઈ ભટ્ટ પરિવાર દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે. વધુ માહિતી માટે (મો.૭૦૧૯૨ ૩૯૧૯૦) ઉપર સંપર્ક કરવા વિનંતી કરાઈ છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:37 PM IST)