તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th July 2025
રઘુવંશી તરંગ લેડીઝ કલબ દ્વારા રવિવારે વિદ્યાર્થી પ્રતિભાઓનું સન્માન

રાજકોટઃ તા.૧૮, રઘુવંશી તરંગ લેડીઝ કલબ દ્વારા આગામી તા. ર૦ ના રવિવારે પ્રતિભા સનમાન સમારોહનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વણૃવતા રઘુવંશી તરંગ લેડીઝ કલબના બહેનોએ જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા વર્ષમાં ર૦ થી રપ કાર્યક્રમો આપવામાં આવે છે. જેના ભાગરૂપે તા. ર૦ રવિવારે ક્રિસ્ટલ સ્કુલ, ઘંટેશ્વર પાર્ક ખાતે વિદ્યાર્થી પરતિભા સન્માન સમારોહ યોજેલ છે.
ર૦ર૪-રપ ની વાર્ષિક પરીક્ષાઓમાં ૭૦ % થી વધારે ગુણ મેળવનાર ૧૦૦ થી વધારે તેજસ્વી વિદ્યાર્થીઓને તેમના નામ અને ફોટા સાથેના શિલ્ડ તેમજ ગીફટ આપી સન્માનિત કરાશે.
ઉલ્લેખનીય છે કે રઘુવંશી તરંગ લેડીઝ કલબની સ્થાપના ૧૦ માર્ચ ર૦ર૪ના થયેલી એક જ વર્ષના ટુંકાગાળામાં કલબની સભ્ય સંખ્યાનો આંક ૧૭૦ ને વટાવી ગયો છે.
તસ્વીરમાં ‘‘અકિલા''ખાતે વિગતો વર્ણવતા લેડીઝ કલબના પ્રમુખ બીનાબેન રઘુવંશી, ઉપપ્રમુખ શીતલબેન કારીયા, કમીટી મેમ્બર્સ મેઘનાબેન ધાવરીયા, દીમકાબેન ત્રિવેદી, પ્રીતિબેન લાખાણી, ધ્વનીબેન ચંદારાણા, નમ્રતાબેન કાનાબાર નજરે પડે છે.
(2:36 PM IST)










