<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

શાળા નં.૨૮નું ૧.૧૪ કરોડના ખર્ચે અદ્યતન બીલ્‍ડીંગ બનશેઃ ખાતમુહૂર્ત

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્‍તકની કુલ ૮ વર્ગ ખંડો કોમ્‍પ્‍યુટર લેબની આધુનિક સુવીધાથી સજ્જ હશે

રાજકોટ, તા.૧૮: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ હસ્‍તકની ડો.એનિબેસન્‍ટ પ્રાથમિક શાળા નં. ૨૮ નું ગુજરાત સરકાર અને સમગ્ર શિક્ષા અભિયાનની ગ્રાન્‍ટમાંથી આઘુનિક સુવિઘાથી સજજ નવા બિલ્‍ડીંગનું ખાતમુર્હુત વિઘાનસભા-૭૦ ના ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળાના હસ્‍તે રાખવામાં આવેલ હતું, જેમાં શહેરના વિવિધ મહાનુભાવો પણ સાથે જોડાઈ વિધાર્થીઓને ઉતમ પ્રકારની સુવિઘાઓ મળી રહે તે માટે નિર્ધાર કરેલ.

ગુજરાત સરકાર બાળકોના અભ્‍યાસને લઈ સતત પ્રયત્‍નશીલ રહે છે જેથી ગુજરાત સરકાર અને સમગ્ર શિક્ષા અભિયાનની ગ્રાન્‍ટમાંથી નવી શાળાનું નિર્માણ કરવામાં આવશે. શાળામાં કુલ ૦૮ વર્ગખંડોનું બાંધકામ કરવાામાં આવશે. શાળામાં કુલ ૧૮૯ બાળકો અભ્‍યાસ કરે છે. અને હાલ ૮ શિક્ષકો કાર્યરત છે. આ તમામ શાળા પરીવારના બાળકો અને શિક્ષકોને શિક્ષણ અનુરૂપ યોગ્‍ય વાતાવરણ મળી રહે તે માટે અંદાજિત કિંમત ૧ કરોડ ૧૪ લાખના ખર્ચે શાળાનુ બાંધકામ થશે. કુલ ૮ વર્ગખંડો કોમ્‍પ્‍યુટર લેબની આધુનિક સુવિઘા સાથે ઉપલબ્‍ધ કરવામાં આવશે.

શાળામાં ગ્રીન બોર્ડ, ઈલેકટ્રીક ફીટીંગ, પંખા, ટયુબ લાઈટ, કુમાર-કન્‍યા માટે અલાયદી ટોયલેટ વ્‍યવસ્‍થા, શાળાના મેદાનમાં પેવર બ્‍લોક, મધ્‍યાહન ભોજન શેડ, વિધાર્થીઓના પીવાના પાણીની સુવિદ્યા તેમજ હાથ ઘોવાની સુવિધા, કમ્‍પાઉન્‍ડ વોલ સાથે વિકસાવવામાં આવશે. ફાયર સેફટી માટેની તમામ સુવિધાઓ સાથેનુ અધતન બિલ્‍ડીંગ તૈયાર કરી સોંપવામાં આવશે.

ઉપરોકત કાર્યક્રમમાં પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્‍ય ડો. દર્શીતાબેન શાહ, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ  મુકેશભાઈ દોશી, મહાનગરપાલિકા નેતા શાસક પક્ષ લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, પૂર્વ ચેરમેન દેવાંગભાઈ માંકડ, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમ પુજારા, વાઈસ ચેરમેન ડો. પ્રવિણકુમાર નિમાવત અને સદસ્‍ય સંગીતાબેન છાયા, જાગળતિબેન ભાણવડીયા, અજયભાઈ પરમાર, મનસુખભાઈ વેકરીયા, રસીકભાઈ બદ્રકિયા, વિક્રમસિંહ જાડેજા, વિરમભાઈ સાંબડ, હિતેશભાઈ રાવલ, જયદિપભાઈ જલુ, ઈશ્વરભાઈ જીતિયા, જગદીશભાઈ ભોજાણી, સુરેશભાઈ રાધવાણી, વોર્ડ નંબર ૦૭ પ્રભારી શૈલેષભાઈ હાપલીયા, કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, વોર્ડ પ્રમુખ વિશાલભાઈ માંડલીયા, મહામંત્રી પાર્થરાજસિંહ ચૌહાણ, દિપકભાઈ પારેખ, પૂર્વ કોર્પોરેટર અનિલભાઈ લીંબડ, વોર્ડ અગ્રણી કિરીટભાઈ ગોહેલ, કૌશીકભાઈ ચાવડા, અનિરૂધ્‍ધસિંહ વાળા, મયુરભાઈ હેરમા, મીનાબેન સરવૈયા, કિરીટભાઈ પાંધી, પ્રવિણભાઈ ચાવડા, નિતિનભાઈ જરીયા, રાજેન્‍દ્રસિંહ, શિક્ષણ સમિતિ કેળવણી નિરીક્ષક ડો. પૂર્વીબેન ઉચાટ, મદદનીશ કેળવણી નિરીક્ષક મુનીરાબેન મનસુરી ખાસ ઉપસ્‍થિત રહેલ.

કાર્યક્રમને સફળ બનાવવા ચેરમેનશ્રી વિક્રમ પુજારા, વાઈસ ચેરમેન ડો.પ્રવીણકુમાર નિમાવત, ઈ.શાસનાધિકારી હેમલબેન આણંદપરાના માર્ગદર્શન હેઠળ શિક્ષણ સમિતિ પરીવાર, યુ.આર.સી., સી.આર.સી., શાળાના આચાર્યઓ દ્વારા કામગીરી કરેલ.

(2:34 PM IST)