<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

સુરતના કતાર ગામની દિકરીને આપઘાત માટે મજબુર કરનાર આરોપીને કડક સજા કરો

આંતરરાષ્‍ટ્રીય કુમી સેનાનું મુખ્‍યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન...

રાજકોટ, તા., ૧૮ : આંતરરાષ્‍ટ્રીય કૃમી સેનાના આગેવાનોએ મુખ્‍યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી સુરતના કતાર ગામની દીકરીને આત્‍મહત્‍યા માટે મજબુર કરનાર અસામાજીક તત્‍વો સામે કડક સજા થાય તે અંગે માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે, સુરતના કતારગામ વિસ્‍તારમાં ૧૯ વર્ષની દિકરીએ આત્‍મહત્‍યા કરી છે.

આવેદનમાં ઉમેર્યુ હતું કે સુરતના કતારગામ વિસ્‍તારમાં ૧૯ વર્ષની દિકરી એ આત્‍મહત્‍યા કરી છે. આત્‍મહત્‍યા પાછળનું કારણ કતાર ગામના વિકૃત અને અસામાજીક સ્‍વભાવ ધરાવતા છોકરા દ્વારા આ દિકરીની વારંવાર પજવણી અને માનસીક ત્રાસ તેમજ બ્‍લેક મેલ કરતા હતા. આ દિકરીને છેલ્લા ત્રણેક વર્ષથી વિકૃત માનસીકતા ધરાવતો છોકરો બ્‍લેકમેલ અને હેરાન કરતો હતો. આ પ્રકારની ઘટનાઓ અનેક દિકરીઓ સાથે બનતી હોય છે. પરંતુસામાજીક રૂઢીચુસ્‍તતાને લીધે દિકરીના પિતા મજબુર હોય તે મજબુરીનો ફાયદો ઉઠાવીને વિકૃત માનસીકતા ધરાવતા લુખ્‍ખાઓ બ્‍લેકમેલ કરીને ભોળી દિકરીઓને આત્‍મહત્‍યા કરવા મજબુર કરતા હોય આ બાબતોમાં સંડોવાયેલા આવારા તત્‍વોને સખત સજાઓ થાય અને આવુ કૃત્‍ય કરનાર લોકોમાં ભય ઉભો થાય તે જરૂરી છે. તેથી સરકાર સખત હાથે કાર્યવાહી કરે તેવી સમગ્ર પાટીદાર સમાજની લાગણી અને માંગણી છે. આવેદન દેવામાં પ્રજ્ઞેશ કાલાવડીયા, ચિરાગ કાકડીયા વિગેરે જોડાયા હતા.

(2:34 PM IST)