<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

શહેરની વિખ્‍યાત ભારત બેકરી સહિત ૭ આસામી એડી. કલેકટરની ઝપટેઃ ભેળસેળ સાબીતઃ લાખોનો દંડ

સીંગતેલ - એલચી - પનીર - ઘી - દહિં - ઘીના નમુના મીસમેચ થતા કાર્યવાહી

 

 

રાજકોટ તા. ૧૮: રાજકોટ મ્‍યુ. કોર્પોરેશન તથા ફુડ વિભાગ દ્વારા વિવિધ પેઢીઓમાં ભેળસેળ અંગે તપાસ સંદર્ભે ૭ થી ૮ પાર્ટીને ત્‍યાં વિવિધ ચીજવસ્‍તુના નમુના લેવાયા હતા, જેમાં ભેળસેળ-મીસ મેચ નમુના વિગેરે સાબીત થતા એડી. કલેકટરશ્રી આલોક ગૌતમ કેસોની સુનાવણી હાથ ધરાઇ હતી. આ કેસોની સુનાવણી પૂરી થતા કુલ ૭ પાર્ટીને સીંગતેલ, એલચી, લૂઝ પનીર, ઘી, મલાઇ, દહીં, વેજીટેબલ ઘીના નમુના સબ સ્‍ટાન્‍ડર્ડ જાહેર થતા, લેબના રીપોર્ટના અધારે ઉપરોકત પાર્ટીને ૭ લાખથી વધુનો આકરો દંડ ફટકારાયો છે.એડી. કલેકટર શ્રી આલોક ગૌતમે પત્રકારોને જણાવ્‍યું હતું કે શ્રી રામ માર્કેટીંગ-સીંગતેલ, ૧ લાખનો દંડ, શહેરની વિખ્‍યાત ભારત બેકરીને-એલચી-સબ સ્‍ટાન્‍ડર્ડ અંગે ૧ાા લાખ, હોટલ એડીબી-મોરબી રોડ-પનીર લૂઝ-૭પ હજાર, ખોડીયાર કાઠીયાવાડી-પનીર લૂઝ-૭પ હજાર, જનતા મીલ્‍કત-ઘી-પ૦ હજાર, જનતા મીલ્‍ક-મલાઇ-પ૦ હજાર, મસાલા ડાય રીઝ-વીરડા વાજડી-દહિં-૧ લાખ ૭પ હજાર તથા ખોડીયાર એન્‍ટરપ્રાઇઝ-વેજીટેબલ ઘી અંગે ૩પ હજારનો દંડ ફટકારાયો છે.

(2:32 PM IST)