<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

રવિવારે ચુંવાળીયા કોળી જ્ઞાતિના ૯૦૦ વિદ્યાર્થીઓનો સન્‍માન સમારોહઃ સાંસ્‍કૃતિક કાર્યક્રમ

સંસ્‍થાનો ૬૦ વર્ષનો ઈતિહાસ દર્શાવાશે, સમાજમાં વેપાર અને રોજગારી પ્રાપ્‍ત થાય તેવા પ્રયાસો કરાશે

રાજકોટઃ શ્રી ચુંવાળીયા કોળી વિદ્યાર્થી બોર્ડિંગ-રાજકોટ દ્વારા આયોજીત દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ ચુંવાળીયા કોળી સમાજના તેજસ્‍વી વિદ્યાર્થીઓનો સન્‍માન સમારોહ અને સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન તા.૨૦ને રવિવાર, બપોરે ૧:૩૦ થી ૬ વાગ્‍યા સુધી, હેમુગઢવી ઓડીટોરીયમ, ટાગોર રોડ, ખાતે રાખવામાં આવેલ છે.

જેમાં ૯૦૦ વિદ્યાર્થીઓને સ્‍ટડી ટેબલ, ચોપડા, સ્‍માર્ટ વોચ, પર્સ, શિલ્‍ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્‍સાહિત કરવામાં આવશે. ૨૦ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.આ ઉપરાંત સંસ્‍થા રૂ.૨૫ લેખે ૨૦૦ પેજના  ૨૫૦૦ ચોપડા રાહતદરે સ્‍થળ પર વિતરણ કરવામાં આવશે. સંસ્‍થાનો ૬૦ વર્ષનો ઈતિહાસ દર્શાવી સંસ્‍થાને આધુનિક યુગ સાથે જોડતા નવા પ્‍લેટફોર્મ લોંચ કરવામાં આવશે. તેમજ સમાજમા વેપાર અને રોજગારી પ્રાપ્‍ત થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. તેમ સંસ્‍થાના બાબુભાઈ ઉઘરેજા તથા માનદ્‌ મંત્રી લક્ષ્મણભાઈ વાવેસાની યાદી જણાવે છે.

તસ્‍વીરમાં જ્ઞાતિના આગેવાનો રમેશભાઈ પરેશા, મનસુખભાઈ વાઘેલા, જીજ્ઞેશ માલઠીયા, કેતન સીતાપરા, અંકિત પરેશા નજરે પડે છે. (તસ્‍વીરઃઅભિજીત બગથરીયા) (

(2:07 PM IST)