<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

સગીરાનું નામ- ઓળખ સોશ્‍યલ મીડીયામાં જાહેર કરનાર એડવોકેટ ભૂમિબેન પટેલ સામે ગુન્‍હો નોંધાયો

ચર્ચાસ્‍પદ રીબડાના અમીત ખુંટ સામેના દુષ્‍કર્મ અને આપઘાત પ્રકરણમાં : સગીરાના પિતાએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

 

રાજકોટ તા.૧૮: સોૈરાષ્‍ટ્રભરમાં ચર્ચાસ્‍પદ બનેલ રીબડાના અમીત ખુંટ સામે રાજકોટ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્‍હામાં અને ગોંડલ તાલુકામાં અમીત ખુંટ આપઘાત પ્રકરણમાં આરોપી સગીરાની સોશિયલ મીડીયામાં ઓળખ જાહેર કરનાર રાજકોટના મહિલા એડવોકેટ ભૂમિબહેન પટેલ સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુન્‍હો નોંધાયો છે.

રાજકોટ રેન્‍જ પોલીસ મહાનિરીક્ષક  અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્‍ય જીલ્લા પોલીસ અધિક્ષક  હિમકરસિંહ  દ્રારા બાળકિશોર તથા મહિલાઓ સાથે બનતા અણબનાવો અંકુશમાં લેવા તથા બાળકીશોરો કે જેઓ ભોગ બનનાર અથવા કાયદાના સંઘર્ષમાં આવેલ હોય તો આવા સગીર વયના બાળકોની ઓળખ સમાજમાં છતી ના થાય તેમજ આવા સગીરની કોઇ ઓળખ જાહેર કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્‍વયે ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધીક્ષક શ્રી કે.જી.ઝાલા ના માર્ગદર્શન હેઠળગોંડલ તાલુકા પોલીસ સ્‍ટેશન ખાતે ગઈ તા.૦૫/૦૫/૨૦૨૫ ના રોજ ગુના નંબર-૧૧૨૧૩૦૧૬૨૫-૦૩૧૪/૨૦૨૫, ભારતીય ન્‍યાય સંહીતાની કલમ ૧૦૮, ૬૧(૨), ૫૪ મુજબનો ગુનો દાખલ થયેલ છે. જેમાં આરોપી તરીકે એક બાળકીશોરી કાયદાના સંઘર્ષમાં આવેલ. તેમજ રાજકોટ શહેર એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન ગુના નંબર ૧૧૨૦૮૦૫૦૨૫૦૪૩૪/૨૦૨૫, ભારતીય ન્‍યાય સંહીતાની કલમ ૧૩૭(૨), ૬૪(૧) તથા પોક્‍સો કલમ ૪.૮ મુજબનો ગુનો ગઈ તા.૦૩/૦૫/૨૦૨૫ ના રોજ દાખલ થયેલ છે સદર ગુનામાં ઉપરોક્‍ત જણાવેલ બાળકીશોરી ભોગબનનાર હતી. અત્રે પોલીસ સ્‍ટેશન ખાતે દાખલ થયેલ ગુનાના કામે પોલીસ દ્વારા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોરીના પિતાની હાજરીમાં તેણીને ગુનાના કામે ડીટેઈન કરી નામદાર જુવેનાઈલ જસ્‍ટીસ બોર્ડ, રાજકોટ ખાતે મોકલી આપેલ. બાદ નામદાર જુવેનાઈલ જસ્‍ટીસ બોર્ડ, રાજકોટ દ્વારા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોરીને-વડોદરા ખાતે બાળ સુધારણા ગળહમાં મોકલી આપેલ હતી.

 દરમિયાન કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કીશોરી બાળ સુધારણા ગળહમાંથી છુટયા બાદ તેઓના વકીલ ભુમીબેન પટેલે બાળકીશોરી પાસે મીડીયામા એક ઈન્‍ટરવ્‍યુ અપાવેલ. તેમજ મીડીયા સમક્ષ વકીલ ભુમીબેન પોતે બાળકીશોરીનું નામ ઉચ્‍ચારેલ. જે બાબ તે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કીશોરીના પિતાને સોશીયલ મીડીયા મારફતે જાણ થતા તેઓ અત્રે પોલીસ સ્‍ટેશન આવેલ અને પોતાની સગીર વયની દીકરીની ઓળખ જાહેરમાં છતી કરવા બાબતે વકીલ ભુમીબેન પટેલ વિરૂધ્‍ધ ફરીયાદ નોંધાવતા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરીની સોશીયલ મીડીયામાં બાઇટ આપી તથા બાળકિશોરી પાસે બાઇટ અપાવી તેનુ નામ તથા ઓળખ સોશીયલ મીડીયાના જાહેર પ્‍લેટફોર્મ ઉપર છતી કરી બાળકિશોરી તથા તેના પરીવારની આબરૂને હાની પહોંચાડનાર રાજકોટના વકીલ ભુમીબેન પટેલ વિરૂધ્‍ધ ‘‘બાળકોને જાતીય સતામણી સામે રક્ષણ આપતો અધિનીયમ-૨૦૧૨'' (POCSO) તથા ‘‘જુવેનાઇલ જસ્‍ટીસ એક્‍ટ-૨૦૧૫'' ની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, જેની સામે ગુન્‍હો નોંધાયો છે તે રાજકોટના એડવોકેટ ભુમીબહેન પટેલ, અમીત ખુંટના આપઘાત પ્રકરણમાં સંડોવાયેલી સગીરા તથા યુવતીને હેરાન કરનાર રાજકોટ જીલ્લાના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ સામે રાજકોટ અને ગોંડલ કોર્ટમાં ફરીયાદ નોંધાવી હતી.(૨.૧૩)

 

(3:56 PM IST)