<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

પી. એન. ગ્રુપ દ્વારા બહેનો માટે કાલે ઓપન રાજકોટ કુકીંગ કવીન કોમ્‍પીટીશન

રાજકોટ તા. ૧૭ : મહિલાઓના ઉત્‍કર્ષ માટે તેમને સારૂ પ્‍લેટફોર્મ મળી રહે તે હેતુથી પી. અને. ગ્રુપ દ્વારા કાલે તા. ૧૮ ના શુક્રવારે ઓપન રાજકોટ કુકીંગ કવીન કોમ્‍પીટીશન યોજવામાં આવેલ છે.

હોટલ લાઇટ વેલી, કાલાવડ રોડ ખાતે યોજાયેલ આ કોમ્‍પીટીશનના માધ્‍યમથી પાક શાષા કળાને ઉજાગર કરવા પ્રયાસ થશે. બહેનો રસોઇ ક્ષેત્રે ટેલેન્‍ટ પ્રદર્શિત કરી શકે તે આ આયોજનનો હેતુ છે.

ભાગ લેવા ઇચ્‍છુક બહેનોએ પરિતા ગણાત્રા મો.૭૮૭૮૨ ૧૨૧૭૮ અને નમ્રતા કામદાર મો.૭૯૮૪૬ ૩૮૭૮૨ નો સંપર્ક કરવા જણાવાયુ છે. (૧૬.૪)

(2:58 PM IST)