News of Thursday, 17th July 2025
કલેકટરનું અભૂતપૂર્વ પગલૂઃ આખો મેળો ખુલ્લો કરી નાખ્યો મેળાના છેલ્લા ૧૦ દિવસ સૂધી ફોર્મ ઉપાડી-ભરી શકાશે
મોટી રાઇડની SOP અંગે હજુ કોઇ પરિપત્ર નથીઃ ટેન્ડર પ્રક્રિયા ચાલૂઃ ગુજરાતના ખ્યાતનામ કલાકારો-સીંગરોને તેડૂઃ ડો. ઓમપ્રકાશ : સ્ટોલધારકોમાં હવે પડાપડી થવાની શકયતાઃ પ મી ઓગષ્ટ સુધી રમકડા, ખાણીપીણી, નાની રાઇડ તથા અન્ય સ્ટોલધારકોના ફોર્મ લેવાશે

રાજકોટ તા. ૧૭: કલેકટર ડો. ઓમ પ્રકાશે શહેરના લોકમેળા અંગે એક અભૂતપૂર્વ પગલા લઇ આખો મેળો ખૂલ્લો કરી નાંખ્યો છે, સ્ટોલ ધારકો હવે મેળાના ૧૦ દિવસ બાકી હશે ત્યાં સુધી ફોર્મ ઉપાડી અને ભરી શકશે તેમ મહત્વની જાહેરાત કરી હતી.
સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો રાજકોટનો લોકમેળો રેસકોર્સ મેદાન ખાતે રાંધણ છઠથી શરૂ થઈને શ્રાવણ વદ દશમના દિવસે સમાપ્ત થાય છે. જોકે, સતત બીજા વર્ષે પણ આ લોકમેળા પર યાંત્રિક રાઈડ્સને લઈને અનિヘતિતાના વાદળો છવાયેલા છે. મેળાના આયોજનને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે યાંત્રિક રાઈડના સંચાલકો દ્વારા રાજકોટ કલેક્ટર, સાંસદ, ધારાસભ્યો તેમજ ગાંધીનગર ખાતે સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, ગાંધીનગરથી SOP માં છૂટછાટ આપવા અંગે રાજકોટને કોઈ સ્પષ્ટ આદેશ મળ્યા નથી, જેના કારણે યાંત્રિક રાઈડ્સના મામલે હજુ પણ ગૂંચવણ યથાવત્ છે, યાંત્રીક રાઇડ માલીકો એવું કહે છે કે SOPમાં છૂટછાટ અંગે ટુંકમાં પરિપત્ર આવશે, જયારે ગાંધીનગરના અધીકારી સુત્રો આ મતના નથી.
જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, લોકમેળાના છેલ્લા દસ દિવસ બાકી હશે ત્યાં સુધી નાની રાઈડ્સ, ચકડોળ તેમજ અન્ય રમકડાં-ખાણી પીણીના સ્ટોલધારકો ફોર્મ ઉપાડી અને ભરી શકશે. તેમણે ઉમેર્યું હતું અમે છેલ્લા દસ દિવસમાં પણ મેળાની તૈયારીઓ પૂર્ણ કરીને મેળો યોજી શકીએ છીએ. હાલ ટેન્ડરિંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને મેળાના રિવાઈઝડ પ્લાન અંગે ચર્ચા-વિચારણા ચાલી રહી છે, ટેન્ડરમાં મંડપ-સ્ટેજ-વિડીયોગ્રાફી, સફાઇ, સિકયુરીટી વિગેરેનો સમાવેશ થાય છે.આ વખતે લોકમેળામાં પ્લાન Bના ભાગરૂપે ગુજરાતના ખ્યાતનામ કલાકારો તેમજ લોકપ્રિય સિંગરોને આમંત્રિત કરવામાં આવશે, અને અન્ય સાંસ્કળતિક પ્રવળત્તિઓ પણ કરવામાં આવશે.(૬.૧ર)
(2:57 PM IST)










