તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th July 2025
મુખ્યમંત્રીનું કહેણ આવતા મનપા પદાધિકારીઓ-શહેર ભાજપ ટીમ ગાંધીનગર રવાના
ગુજરાતની તમામ કોર્પોરેશન તથા ભાજપના હોદેદારોની ૪ વાગે ભુપેન્દ્રભાઇ સાથે મીટીંગ :ટીપી સ્કીમ, જકાત ગ્રાન્ટ, રાજમાર્ગો, ખાડા-પુલ મચ્છુ-૧ સહિતની બાબતોની ચર્ચા કરાશે

રાજકોટ, તા. ૧૭: ગાંધીનગરથી મુખ્યમંત્રીએ તાબડતોબ કહેણ મોકલતા મનપાના પાંચેય પદાધિકારીઓ તથા શહેર ભાજપની ટીમ રાજકોટથી રવાના થઇ છે. સાંજે ૪ કલાકે ભુપેન્દ્રભાઇ સાથે બેઠક યોજાવાની છે.
મળતી માહિતિ મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ દ્વારા તમામ મહાનગરોના કોર્પોરેશનના પદાધિકારીઓ તેમજ શહેર ભાજપની ટીમને બેઠક માટે બોલાવવામાં આવ્યા છે. જેથી રાજકોટથી પણ મુખ્ય લોકો સવારમાં ગાંધીનગર જવા નિકળ્યા છે.
આ બેઠકમાં ઘંટેશ્વર સહિતની ટીપીની સ્કીમ મંજુરી, વસ્તી વધતા જકાત ગ્રાન્ટ વધારવા શહેર રસ્તા, ખાડા-પુલ બાબતે પણ ભુપેન્દ્રભાઇ સમક્ષ મનપા તથા શહેર ભાજપના પદાધિકારીઓ દ્વારા ચર્ચા કરવામાં આવનાર છે.
ઉપરાંત નર્મદા કેનાલનું કામ થાય તે પહેલા મચ્છુ-૧ થી નવી લાઇન દ્વારા પાણીની વ્યવસ્થા કરી આપવા પણ રજુઆત કરવામાં આવનાર છે. પાણી માટે નર્મદા નીગમ સાથે તંત્રની હાલ વાતચિત ચાલી રહી છે.
સાથે જ મનપામાં મહેકમમાં વર્ગ-૧ ની ભરતીની લાયકાતોમાં સુધારા કરવાનો ઠરાવ પણ રાજય સરકારમાં મંજુરી માટે મોકલ્યો છે તે મંજુર કરવા પણ ભુપેન્દ્રભાઇ સાથે ચર્ચા કરવામાં આવનાર છે. જયારે કન્વેનશન સેન્ટરના આયોજન અને તેની ગ્રાન્ટ અંગે પણ ગાંધીનગર પાસેથી પદાધિકારીઓ માર્ગદર્શન મેળવનાર છે.(૬.૧૦)
(2:29 PM IST)










