News of Thursday, 17th July 2025
સુરતના ઠગાઇના ગુનામાં એક વર્ષથી ફરાર નીલ વાંકાણી રાજકોટમાં પકડાયો
એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને નાસતા ફરતા સ્કવોડની ટીમે શોધી કાઢયો

રાજકોટ તા. ૧૭: સુરત ગ્રામ્ય કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપીંડીના ગુનામાં એક વર્ષથી ફરાર શખ્સને રાજકોટ શહેર એલસીબી ઝોન-૨ નાસતા ફરતા સ્ક્વોડની ટીમે પકડી લીધો છે.
ભાગતા ફરતાં આરોપીઓને શોધી કાઢવાની કામગીરી અંતર્ગત પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે માહિતીને આધારે નીલ કિરીટભાઇ વાંકાણી (ઉ.વ.૨૧-રહે. વાણીયાવાડી શેરી નં. ૧, જલારામ ચોક, પટેલ વાડી સામે)ને પકડી લઇ કામરેજ પોલીસને સોંપવા કાર્યવાહી કરી હતી. આ શખ્સ વિરૂધ્ધ કામરેજ પોલીસમાં એક વર્ષ પહેલા ઠગાઇનો ગુનો નોંધાયા બાદ તે સતત ફરાર હતો. દરમિયાન ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમાં પીએઅસાઇ આર. એચ. ઝાલા, નાસતા ફરતા સ્ક્વોડના હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકિતભાઇ નિમાવત, અનીલભાઇ જીલરીયા, કોન્સ. અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરાએ આ શખ્સને ઝડપી લીધો હતો. (૧૪.૧૦)
(2:25 PM IST)










