<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

સરકારી-સમરસ છાત્રાલયોમાં પ્રવેશની પ્રથમ મેરીટ યાદી જાહેર કરતા ભાનુબેન બાબરીયા

 

રાજકોટઃ સામાજિક ન્‍યાય અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ સામાજિક ન્‍યાય અધિકારીતા રાજ્‍ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્‍થિતિમાં ગાંધીનગર ખાતેથી ૧૬૧ સરકારી-સમરસ છાત્રાલયમાં નવા સત્રમાં પ્રવેશ મેળવનાર કુલ ૧૬,૫૯૭ વિદ્યાર્થીઓની યુ-ટયુબ દ્વારા ઓનલાઈન મેરીટ યાદી પ્રસિદ્ધ કરાઈ હતી. આજે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એમાં નવા સત્રમાં અરજી કરનાર વિદ્યાર્થીઓ સિવાયના તમામ વિદ્યાર્થીઓની પ્રથમ રાઉન્‍ડની યાદી જાહેર કરવામાં આવી છે.  આ મેરીટ યાદીમાં અનુસૂચિત જાતિ કલ્‍યાણ હેઠળ ૮૦ છાત્રાલયોના ૨,૨૩૧ કુમાર અને ૧,૬૭૧ કન્‍યા મળીને કુલ ૩,૯૦૨ વિદ્યાર્થીઓ, વિકસતી જાતિ ક્‍લ્‍યાણ હેઠળ ૫૮ છાત્રાલયોના ૧,૮૫૫ કુમાર અને ૯૬૫ કન્‍યા મળીને કુલ ૨,૮૨૦ વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ છે. આ ઉપરાંત સમરસ છાત્રાલય સોસાયટી હેઠળના ૨૩ છાત્રાલયોના ૫,૩૨૨ કુમાર અને ૪,૫૫૩ કન્‍યા મળીને ૯,૮૭૫ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. પસંદગી પામેલા વિદ્યાર્થીઓને જરૂરી દસ્‍તાવેજોનું વેરિફિકેશન કરી વર્ષ ૨૦૨૫-૨૬ માટે છાત્રાલયોમાં પ્રવેશ આપવામાં આવશે. પસંદગી પામનાર વિદ્યાર્થીઓને મોબાઈલમાં એસ.એમ.એસ.થી જાણકારી આપવામાં આવે છે. સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગ હેઠળની વિવિધ સરકારી છાત્રાલયો તેમજ સમરસ છાત્રાલયોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન કરેલ અરજીઓની ચકાસણી બાદ મેરીટ આધારે પ્રવેશ આપવામાં આવે છે. આ છાત્રાલયોમાં ધો-૧૧ થી લઈ પી.એચ.ડી સુધીના અભ્‍યાસક્રમમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રહેવા અને જમવાની ઉત્તમ સુવિધાઓ અને સગવડો સાથે પ્રવેશ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ શ્રી મોહમ્‍મદ શાહીદ, અનુસુચિત જાતિ કલ્‍યાણના નિયામક શ્રી રચિત રાજ, વિકસતી જાતિ કલ્‍યાણના નિયામક શ્રી વિક્રમસિંહ જાદવ તથા સામાજિક ન્‍યાય અને ર્અીધિકારીતા વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:09 PM IST)