<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

આપ દ્વારા વોર્ડ નં.૧ ની સમસ્‍યાઓ દુર કરવા રજુઆત

 

રાજકોટઃ શહેરના નવા ભળેલા જામનગર રોડ સ્‍થિત મારૂતીનંદન સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ દુર કરવા આમઆદમી પાર્ટી દ્વારા આજે મ્‍યુ.કમીશનરને આવેદન પાઠવી ભુતકાળની રજુઆતની અમલવારી કરવા માંગ કરી હતી. આવેદનમાં જણાવ્‍યા મુજબ ગટર વ્‍યવસ્‍થા, રોડ રસ્‍તાની બીસ્‍માર હાલત, આંગણવાડી બનાવવા, બાળકોની અન્‍ય આંગણવાડીમાં પ્રવેશ,  ગંદકી,ફેકટરીના વેસ્‍ટેજ પાણીના નિકાલ સહિતના પ્રશ્‍નો દુર કરી પ્રજાની સુખાકારી વધારવા માંગ કરાઇ હતી. (તસવીર અશોક બગથરીયા)

(4:16 PM IST)