<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th July 2025

અટીકા શ્રધ્‍ધા પાર્કમાં જાગરણની રાતે થયેલી ૩.૯૬ લાખની ચોરી રીઢા તસ્‍કર પ્રવિણ ઉર્ફ પલીયર્ાીએ કરી'તી

રાતે બંધ મકાન દેખાતા જ ટેસ્‍ટર-પક્કડથી તાળા નકુચા તોડી મિનીટોમાં ચોરી કરી લેવાની આદત : ડીસીબીના પીએઅસાઇ સી. વી. ચુડાસમા, એ. એન. પરમારની ટીમના વિજયરાજસિંહ જાડેજા, જયદેવસિંહ પરમાર, કિશનભાઇ જળુ અને મહાવીરસિંહ જાડેજાની બાતમી પરથી ઝડપી લેવાયોઃ અઢી લાખનો મુદ્દામાલ કબ્‍જે : અગાઉ ૨૪ ગુનામાં પવલાની સંડોવણીઃ બે વખત પાસાની હવા પણ ખાઇ ચુક્‍યો છે

રાજકોટ તા. ૧૭: શહેરના અટીકા નહેરૂનગર ૮૦ ફુટ રોડ પર શ્રધ્‍ધા પાર્ક-૧માં રહેતાં અને અટીકા ઈન્‍ડસ્‍ટ્રીઝ એરિયામાં મુરલીધર ઇન્‍ડસ્‍ટ્રીઝ નામે કારખાનું ધરાવતા સબમર્શિબલ મોટરના સ્‍પેર પાર્ટસનું જોબવર્ક કરતાં દિલીપભાઈ કરંગીયા (ઉ.વ.૩૬)ના બંધ મકાનમાં થયેલી રૂા. ૩.૯૬ લાખની ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી રીઢા તસ્‍કર પ્રવિણ ઉર્ફ પલીયો ગણેશભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૨-રહે. દયાણ તા. મહુવા જી. ભાવનગર)ને ઝડપી લઇ અઢી લાખથી વધુનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. આ તસ્‍કર બાઇક લઇ રાતે નીકળી પડે છે અને જ્‍યાં મકાન બંધ દેખાય ત્‍યાં ત્રાટકી મિનીટોમાં જ પક્કડ, ટેસ્‍ટરનો ઉપયોગ કરી તાળા નકુચા તોડી ચોરીઓ કરવાની એમઓ ધરાવે છે.

કારખાનેદાર દિલીપભાઈ કરંગીયા ગત તેરમી તારીખે રાત્રે જયા પાર્વતીનું જાગરણ હોવાથી પરિવારજનો સાથે રેસકોર્સ ફરવા ગયા હતાં. ત્‍યારે પાછળથી તેના બંધ મકાનને નિશાન બનાવી તસ્‍કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂા. ૩.૯૬ લાખની મત્તા ઉઠાવી ગયા હતાં. જે અંગે ભક્‍તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

દરમિયાન ક્રાઈમ બ્રાંચની ટીમ ઘરફોડ ચોરીના ગુના ઉકેલવા માટે પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા, હેડકોન્‍સ. જયદેવસિંહ પરમાર, રાજેશભાઇ જળુ અને કિશનભાઇ પાંભર, કોન્‍સ. મહાવીરસ્‍ંિહ જાડેજાને બાતમી મળતૉ તેના આધારે રીઢા તસ્‍કર પ્રવિણ ઉર્ફે પલીયાને પકડી લઈ સોનાનો ચેઇન, પેન્‍ડલ, બે નંગ, દાણા બે નંગ, ચાંદીના સાંકળા બે જોડી, રોકડા પાંત્રીસ હજાર તથા બાઇક જીજે૦૩એલએ-૨૪૧૬ મળી રૂા. ૨,૫૮,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

પોલીસના કહેવા અનુસાર પ્રવિણ ઉર્ફ પલીયો મોજશોખ માટે ચોરીઓ કરવાની ટેવ ધરાવે છે અને બંધ મકાનોમાં જ ત્રાટકવાની તેની આદત છે. આ શખ્‍સ અગાઉ રાજકોટ, શાપર, ગોંડલ, ભાવનગરમાં ચોરી સહિત ૨૪ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે. તેમજ બે વખત પાસાની પણ હવા પણ ખાઇ આવ્‍યો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ એ. એન. પરમાર, સી. વી. ચુડાસમા, એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા, હેડકોન્‍સ. જયદેવસિંહ પરમાર, સંજયભાઇ રૂપાપરા, સુભાષભાઇ ઘોઘારી, પ્રદિપસિંહ જાડેજા, કિશનભાઇ પાંભર, રાજેશભાઇ જળુ, જયરાજસિંહ કોટીલા, કોન્‍સ. મહાવીરસિંહ જાડેજા, પ્રશાંતભાઇ ચુડાસમાએ આ કામગીરી કરી હતી

(4:16 PM IST)